Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સાવરકુંડલાથી ધજડી રોડ ત્રણ મહિનામાં જ પતી ગયો

સાવરકુંડલા,તા. ૧૩ : સાવરકુંડલા : ધજડી રોડનું કામ વાવાઝોડા પહેલા તાજેતરમાં કરવામાં આવેલ છે. આ રોડનું પેવર કારપેટીંગ કામ થયાના ત્રણ મહીનામાં મોટા મોટા ગાબડા પડી ગયેલ છે. અને અત્યારે રસ્તો વાહન વ્યવહાર લાયક રહ્યો નથી. જે બાબતે જિલ્લા ભાજપ કિસાન મોર્ચા મહામંત્રી અને એ.પી.એસ.સી. સાવરકુંડલા ચેરમેન દિપકભાઇ માલાણીએ સરકારશ્રીમાં ગુણવતા બાબતે ગુણવત્તા નિયમન ઓથોરીટી મારફત તપાસ કરાવવા અને જો કામગીરી નબળી ગુણવતા વાળી માલુમ પડતો રીપોર્ટ આવે તો સંબંધીત એજન્સી સામે રીકવરી વિ. નીયમાનુસાર કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. 

(1:47 pm IST)