Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જસદણ-વિછિયાના ચાર ગામોની પ્રાથમિક શાળામાં રમતગમતનું આયોજન

વિવિધ રમતોમાં 320 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જસદણ અને વીંછિયા ની ૪ ગામોમાં પ્રાથમિક શાળાના બાળકો માટે રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું જેમાં જૂની રમતો જેવી કે ખોખો, દોડ, લંગડી વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું

   શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગામ ના આગેવાનો દ્વારા બાળકોની જોશ પૂરું પાડવામાં આવેલ. ૩૨૦ બાળકો દ્વારા રમતોમાં ખુબ જ ઉત્સાહથી ભાગ લીધેલ. જીતેલ રમતવીરોને શાળાના આચાર્ય તથા ગામના આગેવાનો દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું

  આમ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સરકારના  ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા મહત્વકાંક્ષી સપના સાકાર કરવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. આ તકે લીલાપુર, ખડકના, કાળા સર અને વડોદ શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.

(7:54 pm IST)