Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

વેરાવળમાં ઠેર ઠેર ગંદકીના ગંજ અને ઉભરાતી ગટરો : અનેક રજૂઆતો છતાં સમસ્યા યથાવત

--સ્વચ્છતા જાળવી રાખવાના ઠેર ઠેર બેનરો અને દિવાલો પર પેઇન્ટીંગ : દવાનો છટકાવ કરવામાં પણ આળસ

ગીર સોમનાથ જીલ્લાનું વડુ મથક વેરાવળ શહેરમા ઠેરઠેર ગંદકી અને ઉભરાતી ગટરો જોવા મળી રહી છે. અનેક વખત લોકોએ તંત્રને રજૂઆત કરી હોવા છતા કોઇ પણ નિરાકરણ નથી આવ્યુ. વેરાવળમાં સ્વચ્છતા જાળવી રાખવાના બેનરો અને દિવાલો પર પેઇન્ટીંગ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પરંતુ ખુદ નગરપાલિકા આ વાતનું પાલન કરવામાં નિષ્ફ્ળ રહયાનું લોકો જણાવી રહ્યાં છે

  વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને દર વર્ષે સફાઇ માટે એક કરોડ જેવુ ફંડ વપરાય છે. જેમા લોકો પાસેથી હાઉસટેક્ષ, સફાઇવેરો, લાઇટવેરો સહીતના કરવેરા લેવામા આવી રહ્યા છે. પરંતુ ચોમાસા દરમિયાન એક પણ વખત વેરાવળ શહેરમાં દવાનો છંટકાવ થયો નથી

  વેરાવળમા ઘણા બધા સામાજીક અગ્રણીઓ છે જેને લોકો અનેક વખત ફંડ પણ આપી રહ્યા છે. તેઓ પોતાને લોકોના સામાજીક નેતાઓ માની રહયા છે. પરંતુ આમાના એક પણ નેતાઓ લોકોની સુખાકારી માટે ક્યારેય આગળ આવી અને આંદોલન કયાઁ નથી કે તંત્ર ને રજુઆત કરી નથી.

(7:00 pm IST)