Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

દ્વારકાધીશ જગત મંદિરમાં પ્રથમ વખતે જ દર્શને આવી કંગના રનૌતઃ પાદુકાનું પૂજન-નવી ફિલ્મ માટે પ્રાર્થના કરી

દ્વારકા :આજે બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે દ્વારકાધીશના ચરણે શિશ ઝૂકાવ્યું હતું. ધાર્મિક ભક્તિભાવમાં માનનારી કંગનાએ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તે લાલચટ્ટાક ડ્રેસ પહેરી દ્વારકા મંદિર પહોંચી હતી. કંગના રનૌતે અને ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. તેમજ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગના પહેલીવાર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે દ્વારકાધીશની સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા.

(5:53 pm IST)