Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

અમરેલી જીલ્લામાં ખેતીપાક માટે પૂરતો જયારે જળાશયો માટે હજુ અપૂરતો વરસાદ

અમરેલી, તા. ૧૩ : જિલ્લામાં ખેતીપાકોને જોઇએ તેવો વરસાદ થયો છે પણ જળાશયો માટે હજુ અપૂરતો વરસાદ છે કારણ કે, અમરેલી જિલ્લાના મુખ્ય ૧૧ જળાશયોમાં માત્ર બે જ ડેમ છલકાયા અને ૯ હજુ પણ ચિંતાજનક રીતે ખાલી છે. જિલ્લાના ખોડીયારમાં ૧૦ ફુટ, ઠેબીમાં ૧૦, વડીયા ૩, વડી ૧૩, શેલ દેદુમલ રપ, મુંઝીયાસર ૭, સુરજવડી ૧૮, ઘાતરવડી ૧ ફુટ અધુરા છે જયારે ર૮ ફુટની ક્ષમતાવાળા શેલદેદુમલમાં તો માત્ર બે ફૂટ પાણી છે. અમરેલીની ઉપરવાસના વડી અને ઠેબી માત્ર ૩૦ ટકા જ ભરાયા છે. અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા ખાંભા તાલુકામાં પડેલા વરસાદને બાદ કરતા કયાંય જોરદાર વરસાદ પડયો નથી. સતત ધીમીધમારે ખેતીપાકો માટે અમૃત જેવો વરસાદ પડયો છે. પણ જળાશયો છલકાય તેવો ધોધમાર વરસાદ પડયો નથી જે ઉપરના જળાશયોની હાલની સ્થિતિના આંકડા બતાવી આપે છે. અમરેલી જિલ્લાના વડી, ઠેબી ખોડીયાર જેવા જળાશયો છલકાયા પછી પાલીતાણાનો શેત્રુંજી ડેમ છલકાશે. અમરેલી જીલ્લામાં હાલ તા. ૧૮-૯-ર૦૧૯ના રોજ હાલત જોઇએ તો ઘાતરડી ૧ ડેમ પૂરો ભરાયો છે. જયારે ખોડીાયર ડેમની સપાટીમાં વધારો થયો છે. ખોડીયાર ડેમ ફુલ ઉંડાઇ ૭પ ફુટ, હાલ ૬પ ફુટે સપાટી પહોંચી. ઠેબી ડેમ કેમ કુલ ઉંડાઇ ૧૭.૭૧ ફુટ, હાલ ૭.ર૧ ફુટે સપાટી પહોંચી, ઘાતરડી-૧ ડેમ કુલ ઉંડાઇ ૩૪.૧૧ ફુટ, હાલ ૩૪.૧૧ ફુટે સપાટી પહોંચતા ડેમ ભરાયો. રાયડી ડેમ કુલ ઉંડાઇ ર૮.ર૦ ફુટ, હાલ ર૮ ફુટે સપાટી પહોંચતા ડેમ ભરાયો, વડીયા ડેમ કુલ ઉંડાઇ ૧૬.પ૬ ફુટ, હાલ ૧૩ ફુટે સપાટી પહોંચી. વડી ડેમ કુલ ંડાઇ ૧૯.પ૧ ફુટ, હાલ ૭ ફુટે સપાટી પહોંચી, શેલદેદુમલ ડેમ કુલ ઉંડાઇ ર૭.૮૪ ફુટ, હાલ ર.રપ ફુટે સપાટી પહોંચી. મુંજીયાસર ડેમ કુલ ઉંડાઇ ર૪.પ૦ ફુટ, હાલ ૧૭.૩૮ ફુટ સપાટી પહોંચી. સુરજવડી ડેમ કુલ ઉંડાઇ ૩પ ફુટ, હાલ ૧૭ ફુટે સપાટી પહોંચી. ઘાતરવડી ડેમ કુલ ઉંડાઇ ૮.૪૦ ફુટ, હાલ ૭.૮૭ ફુટે સપાટી પહોંચી છે.

(1:12 pm IST)