Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

આંખમાં ટીપા નાખવાથી નહીઃ ટીપા પડવાથી ચોખ્ખી થાય : પૂ. મોરારીબાપુ

જામનગરમાં આયોજીત 'માનવ ક્ષમા' શ્રીરામકથાના સાતમા દિવસે રામરસનું પાન કરવા હજારો ભાવિકો ઉમટયા

જામનગર, તા.૧૩:  જામનગર-દ્વારકા હાઇવે પર ચાલી રહેલી પૂજય મોરારીબાપુની માનસ ક્ષમા રામકથાના સાતમાં દિવસે કથા પંડાલોમા રામરસનું પાન કરવા હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. છેલ્લા સાત દિવસોથી જામનગરના આંગણે ભકિત ભાવથી કથા શ્રવણ , ભજન અને ભોજન-પ્રસાદના ત્રિવેણી સંગમમાં લોકો ડૂબકી લગાવી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકોએ કથા શ્રવણ સાથે પ્રભુ પ્રસાદનો પણ લાભ લીધો છે.

સાતમ દિવસે માનસ ક્ષમા રામકથામાં મોરારીબાપુએ કહ્યું મારી કથા કોઈ યજમાન નથી કરાવતો, મારી યજમાન પૃથ્વી છે. તેમ કહી ગુરુત્વાકર્ષણની માર્મિક વાત સાથે મોરારીબાપુએ કહ્યું કે, લોકોએ પૃથ્વી સાથે જોડાયેલું રહેવું જોઈએ. તેવું કહી વ્યાસપીઠ પરથી યજમાન પરિવારને ધન્યવાદ આપી સૌને પ્રણામ,જય સિયારામ કહ્યા હતા.

વૈદિક વાંગમ્યની વાત કરતા મોરારીબાપુએ 'દેહસ્ય, પંચ દુસાહૉં, કામ,ક્રોધ,વિશ્વાસ, ભય,નિદ્રા, તન નિરાસસ્તું, સંકલ્પ, ક્ષમા, લધવહાર, પ્રમાદતૉં, તત્વ સેવનમ' શ્લોક શ્રોતાઓ સાથે દહોરવતા સમયની સાથે ચાલવું જોઈએ. દોડો કે ધીમે ચાલો તો થાક લાગે. યથાશકિત યોગ્યરીતે ચાલો તો થાકી ન જવાય તેમ કહી મોરારીબાપુએ કહ્યું કે, તમામ લોકો સમજે તેવી વાણી આપણા દેશના સંતો એ કહી છે.

સનાતન વૈદિક પરંપરાના ઉપાસકોને શનકરાચાર્યએ કહ્યા મુજબની વાત કહી મોરારીબાપુએ કહ્યું કે, દ્રઢ વિશ્વાસ એ પાંચમું ભજન છે.તેવી વાત સાથે ગામના પંચની વાત કરતા કહ્યું કે, ધર્મ વિરુદ્ઘનું કામ દ્વેષ છે. ધર્મનું સમ્યક કામ જગતના વિસ્તાર માટે હોય છે. જયારે અતિરેક થાય છે.ત્યારે દ્વેષ થાય છે. વધુ ખાવાથી થતા વિકારની વાત કહી વર્ણના ભેદભાવને વિકાર ગણાવી મોરારીબાપુએ તમામ લોકોને સમાન રીતે જોવાની માર્મિકતાથી ટકોર કરી હતી.

તુલસીદાસજી નિરૂપણ કરે તેમા અગ્નિને પણ જળ પદાર્થ ગણવામાં આવ્યો છે. કમેસ્તી યજ્ઞ ન થયો હોત તો રામ ન હોત, કામ કૃષ્ણનો દીકરો છે. તેમ કહેતા મોરારીબાપુએ કહ્યું કે, ક્રોધને માફી આપી શકાય નહીં. પણ સમયોચિત્ત્। થોડો ડારો ક્ષમ્ય છે. પણ સાચા સદગુરુ પાસે એની માપદોરીની સ્વીચો હોય છે. તેવી વાત સાથે કયાં, કોના પર કેવી રીતે ક્રોધ કરવો તેની સ્વીચ કોઈને ખબર નથી. તેમ કહી દ્રોણાચાર્યનો પાંડવ-કૌરવ વચ્ચેની વાત કહી, લોકોને ક્રોધ અને ક્ષમા કયારે કેમ કરવો તેની તકેદારી રાખવાની વાત સમજાવી હતી.

બુધ્ધિની ચકલીમાં નહિ કૈલાસમાં એના કનેકશન હોય છે. તેની સમજણ મહાપુરુષ, બુધ્ધપુરુષ પાસે મળે. નળની ચકલીનું ઉદાહરણ આપતા મોરારીબાપુએ કહ્યું હતું કે, જીવનમાં મહાપુરુષ-બુધ્ધપુરુષ વગરઙ્ગ બુધ્ધિ ન મળે.

માયા વિચિત્ર છે. જીવનમાં ભટકવા અનેક વખત પ્રલોભનો, લાલચો આવે જ છે. પણ જે બુધ્ધપુરુષના સંગાથે લક્ષ્ય ભૂલતો નથી તેને માયાની અસરથી પરે રહેવાથી બેડો પાર થઈ જાય છે.તેમ મોરારીબાપુએ કથામાં શ્રોતાઓને કહ્યું હતું.

આંખમાં સારા ટીપાં નાંખવાથી નહિ, ટીપાં પાડવાથી આંખ શુદ્ઘ થાય છે. કયારેક ટીપાંના રિએકશન પણ આવે પણ ટીપાં-આંસુ પડવાથી મન હલકું થઈ જાય, આંખો ચોખ્ખી થઈ જાય તેમ મોરારીબાપુએ કહેતા કહ્યું કે, મારુ રામાયણ મને આ શીખવી ગયું છે.

ઢોલ વાગે તો જ આપણે નાચીએ છીએ. તેના વગર નાચી ન શકીએ. તેને વગાડનારને નીચા ન કહી શકાય. તેમ કહી મોરારીબાપુએ જ્ઞાનવર્ધકરીતે સર્વને સમાનરીતે આદરભાવથી વર્તવા ટકોર કરી હતી.

શરીરધારીઓમાં પાંચ દોષ છે. કામ, ક્રોધ, નિસાસા, ભયઙ્ગ જેવા દોષની વાત કરતા મોરારીબાપુએ પરીક્ષામાં નપાસ થનારને નિરાશ ન થવું અને ફરી વધુ મહેનત કરવાનું કહી જીવનમાં નિરાશ ન થવાનું યુવાવર્ગને કહી વ્યાસપીઠ પરથી જીવનમાં નિરાશ નહિ થવાનું જણાવ્યું હતું. વાત વાતમાં ડરવું એ પણ દોષ છે. સર્પ નિકળવાના રસ્તે ન ચાલનારની વાત કરી મોરારીબાપુએ કહ્યું કે, સાંપ કાઈ એ રસ્તે રાહ જોઈને બેઠો ન હોય, એટલે ડરવું જોઈએ નહીં.

અતિ નિદ્રા એ તમો ગુણ છે. એક જગ્યાએ બેસવું એ રજોગુણ છે.યુવાનોએ વધુ સૂવું ન જોઈએ.

મોરારીબાપુએ કહ્યું કે, મેં છેલ્લી પિકચર પાકીઝા જોઈ છે. મને પાકીઝા બહુ ગમે એ પહેલાં એક ગુજરાતી પિકચર જોઈ છે તેવું સહજતાથી કહેતા ફિલ્મી ગીતનું ગાન કર્યું હતું.

ભિક્ષા દરમ્યાન બનેલી ઘટનાને યાદ કરી કીર્તિદાન ગઢવી પાસે આ અંગેની વાત કરવી એ યાદ કરાવતા સુર હલાવી દે અને ભાવ રોવડાવી દે. એમ કહ્યું એ વાતને કથાના વ્યાસસનેથી મોરારીબાપુએ કહી હતી.

સંસારીઓને દેહ ધારણ કરવામાં પાંચ દોષો મળ્યા છે.તેને સંકલ્પ ક્ષમા દોષ મટાડે છે. ઇન્દ્રિયો પર અતિરેક થાય તો એને પણ ક્ષમા કરી દેવી, કામનાઓએ બહેકાવ્યા,ચિત્ત્।,બુદ્ઘિ,નિરાશા સહિતની ભુલોમાં શરીરના તમામ અંગો ઇન્દ્રિયોને માણસોની સાથે ક્ષમા કરી દેવી જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે તેમ કહી ક્ષમા અંગેની માર્મિક વાતો કરી હતી.

જામનગરમાં કથા દરમ્યાન પડેલ વરસાદની વાત કરતા મોરારીબાપુએ કહ્યું કે, મારો યજમાન ન હલ્યો, શ્રોતાઓ ન હલ્યા, વરસાદે પણ ઓડકાર લીધો તેમ જણાવી યજમાન પરિવાર જેન્તીભાઈ ચંદ્રા પરિવારની વ્યવસ્થાને બિરદાવી હતી.

માનસ ક્ષમા રામકથામાં સાતમાં દિવસે સંતો-મહંતો,કલાકાર માયાભાઈ આહીર,કવિ દાદના પુત્ર જીતુદાદ, અનુભા ગઢવી,રાજભા ગઢવી,ગોપાલભાઈ પાલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:11 pm IST)