Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

પડધરીના ન્યારા ગામના પાટીયા પાસે ગણેશજીની મુર્તિઓના વિસર્જન સમયે દુર્ઘટના ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પડધરી  : ગણેશ મહોત્સવનું સમાપન થતાં પડધરી શહેર માટે વિસર્જન જાગનાથ ઘાટ પર યોજવામાં આવેલ, જયારે રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી તાલુકાના ન્યારા ગામના પાટીયા પાસે ગણપતિ વિસર્જન માટે સ્થળ નક્કી કરવામાં આવેલ. ત્યાં કોઇપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મિણા સાહેબની ઉપસ્થિતીમાં ગોંડલ DYSP ડો. હરપાલસિંહ જાડેજા સાહેબ, પ્રો DYSP મહિર્ષ રાવલ સાહેબ, તેમજ એસ.ઓ.જી. પી.આઇ.એમ.જી. પલ્લાચાર્યા સાહેબ, પડધરી પોલીસ સ્ટેશન પી.એસ.આઇ વાઢીયા સહીત ૧૦ પીએસઆઇ તેમજ આશરે ૨૫૦ પોલીસ કર્મચારી ટીમ સાથે સ્થળ પર તૈનાત કરાયેલ. આ સ્થળ પર રાજકોટ શહેર, પડધરી તાલુકાના આસપાસના ગામોની આશરે ૧૭૦૦ થી વધારે મુર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે, જેમાં એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ ની ટીમના જવાનો દ્વારા મુર્તિઓને કાંઠેથી જ અંદર લઇ જઇ પોતેજ પધરાવે છે. મોટી મુર્તિઓને ક્રેન દ્વારા પધરાવવામાં આવેલ છે. પડધરી મામલતદાર ભાવનાબેન વિરેજા, નાયબ મામલતદાર જય રાજા વાઢા ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર-અહેવાલ : મન મોહન બગડાઇ પડધરી)

(1:11 pm IST)