Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જામનગરમાં પરિણિતાનો આપઘાતઃ હર્ષદપુરના બંધના પાણીના પ્રવાહમાં તણાઇ જતા યુવાનનું મોત

જામનગર તા. ૧૩ :.. ઘાંચી કોલોનીમાં રહેતા અર્જુનભાઇ ભનુભાઇ મેરીયા ઉ.ર૬ એ સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, હેતલબેન અર્જુનભાઇ મેરીયા, ઉ.ર૪ રહે. ઘાંચી કોલોની, કોળીનો ડેલો, ઘરે પંખામાં દુપટા વડે ગાળફાંસો ખાઇ આત્મહત્યા કરી લઇ મરણ ગયેલ છે.

બેરાજા (ભલસાણ) ગામે રહેતા ધમાભાઇ મોહનભાઇ વાઘેલા ઉ.૭૦ એ પંચ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ભરતભાઇ ધમાભાઇ વાઘેલા ઉ.૪પ રહે. બેરાજા (ભલસાણ) તા. કાલાવડ, હર્ષદપુર ખાતે ભાગામાં વાડી વાવતા હોય જયાં આંટો મારવા જતા હોય તે દરમ્યાન હર્ષદપુર ગામના સ્મશાન પાસે આવેલ બંધના પાણીના પ્રવાહમાં તણાઇ જતા ડૂબી જતા મરણ ગયેલ છે.

પગ લપસી જતા કુવામાં પડી જતા યુવાનનું મોત

વનાણા ગામે રહેતા મનીષભાઇ રાજાભાઇ બેરા ઉ.ર૪ એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રાજભાઇ ભોજાભાઇ બેરા ઉ.પર રહે. વનાણા ગામવાળા વાલાભાઇ બાબુભાઇ કોળીની વાડીના કુવામાંથી કુદરતી હાજત માટે પાણી ભરવા જતા અકસ્માતે પાણીમાં પગ લપસી જતા કુવામાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે.

સતાપર ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, સતર ગામે, આમદભાઇ ઉર્ફે બાબુભાઇ હુસેનભાઇ હિંગોરાની વાડીની પાસે આવેલ શીતળા માતાજીના મંદિરના ઓટા ઉપર હરેશભાઇ રણમલભાઇ શીહોરા, મુકેશભાઇ રાયદેવભાઇ કનેજા, દિપકભાઇ બાવનજીભાઇ ઘોલેતર, હિતેશભાઇ માવજીભઇ ડાભી, બાબુભાઇ બધાભાઇ પાટડીયા, દિનેશભાઇ કુરજીભાઇ ડોડવાડીયા, સંજયભાઇ ઉર્ફે ચંદુલાલ જેઠાભાઇ ડાભી, રે. સતાપર હારજીત કરી રોકડા રૂ. ૧૦ર૦૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

મોટર સાયકલ હડફેટે મોત

સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હિતેશભાઇ અરવિંદભાઇ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી, દિ. પ્લોટ-૪૯ રોડ, કામદાર કલ્યાણ કેન્દ્રની સામે ફરીયાદી હિતેશભાઇના કાકા જયેન્દ્રભાઇ ડુંગરશીભાઇ રાઠોડ, પોતાના કબજાની મોટર સાયકલ નં. જી. જે. ૧૦-સી. પી. ર૭૯પ વાળી લઇને શંકર ટેકરી દિ. પ્લોટ-૪૯ રોડ કામદાર કલ્યાણ કેન્દ્ર સામે, જાહેર રોડ ઉપર સાઇડમાં ઉભ હતા તે વખતે હીરો હોન્ડા રજી. નં. જી. જે.-૧૦-સી. એમ. ૪૪ર૩ નો ચાલક ફરીયાદી ના કાકા જયેન્દ્રભાઇ સાથે એકસીડન્ટ કરી માથાના ભાગે ઇજાઓ પહોંચાડી તથા શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી ફરીયાદીના કાકા જયેન્દ્રભાઇનું મોત નિપજાવી ગુનો કરેલ છે.

ઘરે આવી હૂમલો કરી જાનથી મારી નાખવાની ફરીયાદ

અહીં સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવીશભાઇ નાથાભાઇ વાંક એ ફરીયાદ નોંધાવી છે કે, લીમડા લાઇનમાં ફરીયાદી લવીશભાઇના પત્ની ગીતાબેન ના એકાદ વર્ષ પહેલા છૂટાછેડા થયેલ હોય તે બાબતે ફરીયાદી લવીશભાઇના પત્ની ગીતાબેન ફરીયાદી લવીશભાઇ તથા નીકુલભાઇ કરશનભાઇ વાંક તથા એક અજાણ્યો માણસ વચ્ચે બોલાચાલી થતી હોય જે કારણે કામના આરોપી નીકુલભાઇ તથા તેની સાથે એક અજાણ્યો માણસ ફરીયાદી લવીશભાઇને માથાના ભાગે લાકડીનો ઘા મારી અને તેની સાથેના માણસે છરી વડે પગમાં ઘા કરી ઇજા કરી ફરીયાદી લવીશભાઇને ફોનમાં ધમકી આપી સી. સી. ટીવી કેમેરાને નુકશાન કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી. એમ. ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

નોકરી આપી રજા ઉપર ઉતારી ફરીયાદી સહિત ર૬ વ્યકિતઓ સાથે છેતરપીંડી કર્યાની રાવ

સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જયદીપભાઇ હેંમતભાઇ સંઘાણીએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જયદીપભાઇને આરોપી દિનેશભાઇ દલાભાઇ ચૌધરી એ બાબરીયા પ્રાથમિક શાળા તા. લાલપુરમાં શિક્ષક તરીકે નોકરી આપવાનું કહી ફરીયાદીને તથા સાહેદોને વિશ્વાસમાં લઇ ફરીયાદી જયદીપભાઇ પાસેથી રૂ. ૧,૯૯,૬૦૦ રૂપિયા લઇ તા. ર૦-૭-૧૯ થી તા. ર-૮-૧૯ સુધી સરકારી પ્રાથમિક શાળામાં નોકરી આપી ગામનો વિરોધ થાય છે તેમ કહી એક મહીનાની રજા ઉપર ઉતારી દઇ ત્યારબાદ ફરીયાદીને સાહેદોને નોકરી ઉપર નહીં રાખી ફરીયાદીના રૂ. ૧,૯૯,૬૦૦ તથા સાહેદોના રૂપિયા આ કામના આરોપી દિનેશભાઇએ લઇ ફરીયાદી સહિત કુલ ર૬ જણા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

યાદવનગરમાં જૂગાર રમતા છ શખ્સો ઝડપાયા

સીટી સી. પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. અશોકભાઇ જગદીશભઇ સિંહલાએ ફરીયાદ નોંધાવી છે કે, યાદવનગર, રીંગ રોડ, બજરંગ હોટલ પાછળ, જાહેરમાં રામકેશ ગીરજાશંકર વર્મા, શીવબીર સૂર્યપાલ દિવાકર, નરેન્દ્રકુમાર રાજકુમાર વર્મા, સંતોષકુમાર મનસુખભાઇ દિવાકર, રામાધાર શીવરાજ કુશવાહ, અજયભાઇ મનસુખભાઇ દિવાકર, જૂગાર રમી રમાડી રોકડા  રૂ. ૧૧૦૬૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

પંજાબ નેશનલ બેંક પાસેથી મોટર સાયકલ ચોરાયાની રાવ

સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં  સુનિલભાઇ છબીલદાસ મહેતાએ ફરીયાદ નોંધાવી છે કે, દિકરીએ પોતાનું મોટર સાયકલ એકટીવા જેના રજી. નં. જી.જે.-૧૦- સી. એસ. ૩૮૩ર નું સુતરીયા ફળી, પંજાબ નેશનલ બેંક પાસે ઘર બહાર પાર્ક કરેલ હોય જે કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ક્રિપાલસિંહ વિક્રમસિંહ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, આર્ય સમાજ રોડ ચૈતન્ય એપાર્ટમેન્ટ પાસે સંતોષ ઉર્ફે ભુરો શંકરભાઇ કટારમલ, રે. જામનગરવાળો ગેરકયાદેસર રીતે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ. પ૦૦ ની પોતાના મોટર સાયકલમાં વેંચાણ અર્થે રાખી હેરાફેરી કરતા મોટર સાયકલ કિંમત રૂ. ૩૦,૦૦૦ તથા એક ફોન કિંમત રૂ. ૪૦૦૦ મળી કુલ રૂ. ૩૪,પ૦૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

(1:10 pm IST)