Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

વરસાદ બાદ રોગચાળો વકર્યોઃ ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં દરરોજ ૮૦૦ થી ૧૦૦૦ની ઓપીડી

ખંભાળીયા તા. ૧૩ : ખંભાળીયા શહેર તથા ગામડાઓમાં તાવ, શરદી, ડેન્ગ્યુ તથા ઝાડાઉલટીના વ્યાપક રોગચળાને લીધે ખંભાળિયાની સરકારી હોસ્પીટલમાં રોજ ૮૦૦ થી ૧૦૦૦ ની આઉટડોર પેશન્ટની સંખ્યા નોંધાઇ છે.

ખંભાળિયાની સરકારી હોસ્પીટલમાં ફીઝીશ્યન એમ.બી.બી.એસ.માટે ૮ જગ્યાઓ મંજુર થયેલી છે જેમાં પાંચ ભરાયેલી હતી તે પૈકી એક તબીબ રાજીનામુ આપીને ચાલી જતા માત્ર ચાર તબીબોજ હોય એક તબીબના ભાગે ર૦૦/રપપ દર્દી જોવાના આવે તેવી સ્થિતી થતા ડોકટરોની ચેમ્બરો બહાર દર્દીઓની કતારો લાગે છે તો કેસબારી તથા દવાબારીમાં પણ કલાકે વારો આવે તેવી સ્થિતિ થાય છેજેથી ગામડેથી આવતા દર્દીઓ કલાકો સુધી બેસે પછી વારો આવે અથવા ખાનગી તબીબોને ત્યાં મોંઘી ફી આપવી પડે તેવી સ્થિતિ થાય છે.

સરકારી હોસ્પીટલ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે એકમાત્ર આધાર હોય નવા તબીબોની તાકીદે નિયુકિત કરવા અથવા જયાં સુધી તબીબોના નિમાય ત્યા સુધી જામનગર જી.જી.હોસ્પીટલમાંથી વૈકલ્પીક રીતે તબીબોની વ્યવસ્થા કરવાની માંગ કરાઇ છે. શહેરની સરકારી હોસ્પીટલમાં રોજના ૮૦૦ થી ૧૦૦૦ દર્દીઓ તાવ, ઝાડા, ઉલટીના હોય તથા આટલી સંખ્યામાં ખંભાળિયાની ખાનગી હોસ્પીટલોમાં પણ દર્દીઓ આવતા હોય રોજ ૧પ૦૦ થી ર૦૦૦ દર્દીઓ હોય આવા ગંભીર રોગચાળા સામે તકેદારીના પગલા લેવા વાલીમાં કલોરીનેશન, પાણી ભરાયુંહોય ત્યાં દવા છંટકાવ કરવા ભરાયેલા પાણીનો નિકાલ કરવો વિ. કાર્યો કરવાની માંગ ઉઠી છ.ે

હાલ પુરતી રોગચાળાની ઋતુમાંને ઉપરથી તબીબો ના આવે તો ખંભાળિયાની સરકારી હોસ્પીટલમાં પણ રોગી કલ્યાણ સમિતિ પાસે મોટુ ભંડોળ હોય તેમાંથી હંગામી ધોરણે તબીબ નિમવા માંગ કરાઇ છે.

(1:09 pm IST)