Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

પોલીસ-મહેસુલ સહિતના વિભાગો દ્વારા પડધરી પંથકમાં પ્રેરણાદાયક કામગીરીઃ ગણેશ વિસર્જન બાદ સ્થળ ચોખ્ખુ ચણાક

રાજકોટ : ગઇકાલે ગણપતિ દાદાનું વિસર્જન હતું. પડધરી પંથકમાં ન્યારા પાસે ૧૯૦૦ થી વધુ ગણપતિનું વિસર્જન થયું હતું. આ સંદર્ભે પ હજાર વાહનોમાં ર૦ હજાર ભકતો ઉમટી પડયા હતા, પરંતુ આ બધામાં પ્રેરણ દાયક કામગીરી પોલીસ - મહેસુલી વિભાગની રહી હતી. વિસર્જન સમયે ટનમોઢે કચરો, તથા સંખ્યાબંધ નાળીયેર અન્ય ધાર્મિક વસ્તુઓ એકઠી થઇ હતી, તંત્રો દ્વારા મોડી રાત સુધી કામગીરી કરાઇ હતી, વિસર્જન બાદ સ્થળ એકદમ ચોખ્ખુ ચણાક કરી દેવાયું હતું. રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશ-ડીએસપી, પડધરી મામલતદાર તથા તેમની ટીમોએ મોડી રાત સુધી આ કામગીરી કરી હતી.

(1:09 pm IST)