Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

દેવભુમી દ્વારકા જીલ્લાના સાની ડેમમાં હવે ત્રણ મીટર પાણી ભરાશેઃ પૂનમબેન માડમના સફળ પ્રયત્નો

ખંભાળીયા, તા., ૧૩: દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા સાની ડેમ કે જે જિલ્લાનો સૌથી મોટો ડેમ છે તે તોડી નાખીને નવો બનાવવાનો હોય આ ડેમમાં પહેલા પાણી ના ભરવું એવુ નક્કી થયેલુ તથા દરવાજા પણ ખુલ્યા મુકી દેવાયા હતા.

આ ડેમમાં થોડુ પાણી ભરાય તો ડેમની આસપાસના ર૦ જેટલા ગામોના ખેડુતોને શિયાળુ પાકમાં ભારે ફાયદો થાય તેવું હોય વારંવાર  રજુઆતો કરતા જિલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાના પ્રયાસોથી ડેમમાં ૧ મીટર પાણી ભરવાનું નક્કી થયું હતું. આ પછી તાજેતરમાં કલ્યાણપુર વિસ્તારની મુલાકાતે આવેલા સાંસદ પૂનમબેન માડમના ધ્યાને આ વાત આવતા તથા તેમને આગેવાનોએ રજુઆતો કરતા તેમણે તાકીદે આ અંગે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરતા ડેમમાં હવે ત્રણ મીટર પાણી ભરવા આદેશ થયો છે.

સાની ડેમમાં ત્રણ મીટર પાણી ભરવા માટે સિંચાઇ વિભાગ તથા સરકારમાંથી ટેલીફોનીક સુચના આપતા તંત્રએ ડેમમાં વધુ પાણી ભરવાનું શરૂ કર્યુ છે. ડેડવોટર તથા ત્રણ મીટર પાણીથી ડેમમાં ૧ર ફુટથી વધુ પાણી ભરાઇ તેવું હોય ખેડુત અગ્રણી પરબતભાઇ બેલા, ખીમભાઇ ભોથીયા, કિરણ કાંબરીયા વિ. એ આવકાર્યો છે.

(1:08 pm IST)