Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જૂનાગઢમાં પરબત લક્ષ્મણ પટેલ સમાજની સાધારણ સભા

જૂનાગઢઃ શ્રી પરબત લક્ષ્મણ પટેલ સમાજે જુનાગઢની દ્વિવાર્ષિક સાધારણ સભામાં બીન અનામત આયોગના ઉદ્દેશો અને કાર્યોની તેમજ આરોગ્ય વિભાગ દ્વારા મળતી સુવિધાની જાણકારી આપવામાં આવી.

શ્રી પરબત લક્ષ્મણ પટેલ સમાજ-જુનાગઢ ખાતે તા. ૮-૯-૨૦૧૯ના દ્વિવાર્ષિક સાધારણ સભા મળેલ જેમા સંસ્થાના મેને.ટ્ર્સ્ટી બિપીનભાઇ વેલજીભાઇ કનેરીયા, પ્રમુખ કિશોરભાઇ ગોરધનભાઇ હદવાણી, ત્થા જ્ઞાતિ આગેવાનો જમનભાઇ ઝાલાવાડીયા ત્થા માધવજીભાઇ નાદપરા ડો. માકડીયા સાહેબ ત્થા રતિભાઇ મારડીયા વગેરે હાજર રહેલ હતા.

આ સાધારણ સભામાં જુનાગઢ શહેર તેમજ જુનાગઢ જીલ્લાના ગામડામાંથી મોટી સંખ્યામાં આજીવન સભાસદોશ્રી હાજર રહેલ હતા. આ મીટીંગમાં આ સમાજ દ્વારા ઝાંઝરડા રોડ ઉપર જાગાણી પટેલ સમાજના નિર્માણ અંગેની તેમજ ઉપલબ્ધ સુવિધા અંગે જાણકારી આપવામાં આવેલ.

આ પ્રસંગે ડો.વાછાણી દ્વારા ગુજરાત સરકારશ્રીની યોજના મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અંગેની જાણકારી  તેમજ ગુજરાત બિન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ ઉદ્દેશો અને કાર્યો અંગેની જાણકારી ત્થા આયોગની યોજના શૈક્ષણીક ઉચ્ચ અભ્યાસ લોન અંગેની માહિતી પિયુષભાઇ એમ. પબાણી દ્વારા આપવામાં આવેલ હતી.

તેમજ ઉમિયા માતાજી મંદિર - ઉઝા દ્વારા યોજનાર લક્ષચંડી મહાયજ્ઞની ત્થા ઉમિયા માતાજી મંદિર -સિદસર દ્વારા આયોજીત ધ્વજા પુજન ઉત્સવ ની જાણકારી આપવામાં આવેલ હતી. મહાનગરપાલિકા - જુનાગઢમાં નવા ચુંટાયેલા કોર્પોરેટરશ્રી ઓનુ સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ ત્થા દાતાશ્રીઓનુ સન્માન કરાયુ હતુ. (અહેવાલ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:08 pm IST)