Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જૂનાગઢમાં રૂ. ૫ હજાર ઉછીના લીધા પછી રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરી'તી

જુનાગઢ તા.૧૩:  જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ર્ં૬૬ કે.વી. યોગીનગર, ગઢવીની વાડી પાસે રહેતા અક્ષયભાઈ કિશોરભાઈ બાવળિયા કોળીના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, કોઈ અજાણ્યા ચોરે વિવો કંપની, હોનર કંપની તથા ચાઇના કંપનીના મોબાઈલ નંગ ૦૩ તથા રોકડ રકમ રૂ. ૬,૦૦૦/- મળી, કુલ કિંમત રૂ. ૩૪,૯૯૦/- ના મુદ્દામાલની ચોર્રીં થતાં, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી અક્ષયભાઈ કિશોરભાઈ બાવળિયા કોળી રહે. યોગીનગર, જૂનાગઢ એ ફરિયાદ નોંધાવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.પી.ગોસાઈ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ...ં

ંર્ંજૂનાગઢ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબની સુચર્નાં મુજબ ચોરીના બનતા બનાવો  અટકાવવા તેમજ ડિટેકટ કરવા સૂચના કરવામાં આવેલ છે...ં

ંર્ંજુનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.પી.ગોસાઈ તથા સ્ટાફના હે.કો. દેવેનભાઈ, નાથાભાઇ, સંજયસિંહ, જૈતાભાઈ, રવીરાજસિંહ, સહિતની ટીમ દ્વારા જૂનાગઢ ર્ંડીવાયએસપી કચેરી ખાતે ટેકનિકલ સેલના હે.કો. કમલેશભાઈર્ં મારફતે ર્ંટેકનિકલ સોર્સ દ્વારા તથા બાતમીદાર દ્વારા મળેલ બાતમી હકીકત આધારે જૂનાગઢ ગઢવીની વાડી ખાતેથી આરોપી વિજય ઉર્ફે હકો દેવશીભાઈ ગીગા જાતે ગઢવી ઉવ. ૧૯ રહે. ગઢવીની વાડી, ખામધરોલ રોડ, જૂનાગઢને ચોરીમાં ગયેલ વિવો કંપની, હોનર કંપની તથા ચાઇના કંપનીના મોબાઈલ નંગ ૦૩ કિંમત રૂ. ૨૮,૯૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે...ં

ંઆમ, જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા યોગીનગર ખાતે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હો ગણતરીના દિવસોમાં ડિટેકટ કરી, મુદામાલ પણ રિકવર કરવામાં આવેલ હતો. પકડાયેલ આરોપી વિજય ઉર્ફે હકો દેવશીભાઈ ગીગા જાતે ગઢવી દ્વારા પોતે નવ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને મગફળીના કારખાનામાં મજૂરી કરે છે. ઉપરાંત પોતે રૂ. ૫,૦૦૦/- ઉછીના લીધેલ હોઈ, પોતાને રૂપિયાની જરૂર હોય, ઉપરોકત ચોરી કર્યાની કબુલાર્તં કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપી બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ..? એ બાબતે જૂનાગઢ તાલુકા પોલીસ સબ ઈન્સ. જે.પી.ગોસાઈ, હે.કો. તથા સ્ટાફ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

(1:07 pm IST)