Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

કેશોદ શહેરમાં અનુ.જાતિ અને લઘુમતિ સમુદાયના લોકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માંગણી

કેશોદ,તા. ૧૩ : કેશોદ શહેરમાં શિક્ષણ તથા આરોગ્ય લક્ષી અસુવિધાઓ બાબતે અનુ. જાતિ અને લદ્યુમતિ સમુદાયનાઙ્ગ વિસ્તારમાં અસુવિધિઓ બાબતે કેશોદ શહેર કોંગ્રેસ સમિતિ લદ્યુમતી મહિલા સેલ પ્રમુખ સલમાબાનું શાહમદારે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

સલમાનબાનુંએ લેખીત રજુઆતમાં જણાવેલછે કે કેશોદ શહેરમાં કુકડા શેરી વિસ્તાર આવેલ છે જે વિસ્તારમાં મુખ્યત્વે અનુ. જાતિ અને લદ્યુમતિ સમાજના લોકો વસવાટ કરે છે આ વિસ્તારમાં પ્રાથમિક એટલે પાયાનું શિક્ષણ આપતી એક માત્ર સીંધી શાળા આવેલીછે. જેમાં આ વિસ્તારના ગરીબ અને પછાત વર્ગના બાળકો અભ્યાસ કરેછે. આ વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી નાજુકછે કે પોતાના બાળકોને ખાનગી શાળામાં કે અન્ય કોઈ દુરની સરકારી શાળામાં આવક જાવકનુ વાહન ભાડુ ચુકવી અભ્યાસ કરાવી શકે તેમ નથી પ્રવર્તમાન સરકારશ્રીના નિતી નિયમો અને જોગવાઈ અનુસાર જે શાળામાં પુરતી સંખ્યા ન હોય તેવી શાળા મર્જ કરી અન્ય શાળામાં વ્યવસ્થા ઉભી કરવા સુચનો આપવામાં આવેલછે. જેના પરિણામે વર્ષો જુની આ શાળાને અલીગઢી તાળા તેવી પરિસ્થિતિનુઙ્ગ નિર્માણ થયુંછે પરંતુ હકિકતમાં સરકારી સરકારી શાળાઓમાં દિન પ્રતિદિન સંખ્યા શા માટે દ્યટેછે? તેના પર ચિંતન શા માટે નથી કરતા? ઉચ્ચ અધિકારીઓ કયારેય પણ પોતાનો કિંમતી અને બહુમુલ્ય સમય આવી સરકારી શાળાઓની પ્રગતિ માટે ફાળવેછે ખરા? ઓછી સંખ્યા ધરાવતી શાળાઓ વાળા વિસ્તારમાં સ્થાનિક અગ્રણીઓ અને વાલીઓની મદદથી જાગૃતિ શીબીર રાખી સંખ્યા પુર્ણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ પરંતુ શાળાઓને ફરી કાર્યરત કરવાના બદલે તાળા મારવાની ઉતાવળ કરી રહ્યા છે જે વ્યાજબી નથી. અનુ. જાતિ અને લદ્યુમતિ સમાજના બાળકો શિક્ષણથી વંચિત રહેશે તો જવાબદાર કોણ? માટે સીંધી શાળા બંધ ન થાય અને ખાસ કિસ્સામાં આ શાળા ફરીથી ધમધમતી થાય તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરવામા આવે તેવી રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે.

પત્રમાં વધુમાં જણાવેલકે કેશોદ  શહેરમાં વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા નિયમીત રીતે સફાઈ કરવામાં આવતી નથી. હાલની પરિસ્થિતિ મુજબ સતત વરસતા વરસાદના કારણે ઘરેઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહયાછે ત્યારે નગરપાલિકા તંત્ર તો ઠીક પણ આરોગ્ય તંત્રના વર્કરો પણ આ વિસ્તારની મુલાકાત લેતા નથી કારણ શુ? અનુ. જાતિ અને લદ્યુમતિ સમાજના લોકો પ્રત્યે ઓરમાયું વર્તન શા માટે? સતત વરસતા વરસાદના કારણે મચ્છરોના ઉપદ્રવના પરિણામે પાણીજન્ય રોગોએ માઝા મુકી છે ત્યારે આ વિસ્તારમાં પુરતુ સફાઈ અભિયાન દવા છંટકાવ ફોગીંગ સહિતની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી તાતી જરૂરીયાત છે. તેમજ આરોગ્ય તંત્રના અધિકારીઓ હેલ્થ વર્કરો પણ આ વિસ્તારની દ્યરે દ્યરે મુલાકાત લઈ આરોગ્યલક્ષી ચેકીંગ હાથ ધરે તેવી માંગણી છે.

ઉપરોકત બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામા આવી અન્યથાઙ્ગ ના છુટકે આ વિસ્તારના લોકોને સાથે રાખી સક્ષમ ઓથોરિટી સમક્ષઙ્ગ દેખાવો કરી ગાંધી ચીંધ્યા માગે આંદોલન કરવાની ફરજ પડશે.

(1:07 pm IST)