Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ખંભાળિયા પાલિકાના કારોબારી ચેરમેન ઉપર હુમલો

જૂના મનદુઃખનો ખાર રાખી ધોકા વડે માર મારતા ઈજા

ખંભાળિયા તા.૧૩: ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન પર ગત સવારે સલાયા ફાટક નજીક બે શખસોએ ધોકા વડે મારમારી હુમલો કરતા સારવા૨ અર્થેખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરીયાદ નોંધી બંન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

 

 વિગત મૂજબ  દિપેશ પરસોતમભાઈ ગોકાલ્ી (ઉવ.૩૮)ના લોહ્રાલ્રા યુવાન પોતાનું મોટરસાઈકલ લઈ હરસિધ્ધી નગરમાં આવેલા પોતાના શિરામીકના કારખાને જતાં હોય ત્યારે સલાયા ફાટક પાસે મોઢા આડે રૂમાલ બાધેલા બે શખસોએ તેમની મોટર સાઈકલને આંતરી કાઈ સમજે તે પહેલા જ ધોકા વડે મારમારવા લાગતાં પગના ભાગે ગંભીર ઈજાઓ થ વા પામતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાંં લઈ જવામાં આવ્યાં હતા.

જે બાદ દિપેશ પરસોતમભાઈ ગોકાણીએ માર મારનાર નારણ ખૂંટી તથા અજાણ્યા શખસ વિરુધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્ને શખસોની શોધખોળ હાથ ધરી છે.(૯.૯)

(1:07 pm IST)