Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

પોરબંદર અને જીલ્લામાં જો એકધારો વરસાદ ચાલુ રહ્યો હોત તો ૧૯૮૩ની પુરની સ્થિતી સર્જાત

ઘેડ પંથક, પોરબંદર શહેરના અનેક વિસ્તારો હજુ પાણીમાં

પોરબંદરઃ ઘેડ પંથકના વરસાદી પાણી નજરે પડે છે.

પોરબંદર તા.૧૩: છેલ્લા આઠ દિવસ પછી મેઘરાજાએ વિરામ લીધો છે. શહેરમા હજુ પાણી ભરાયેલ છે. જો વરસાદ એક ધારો ચાલુ રહ્યો હોત તો તા.૨૨-૬-૧૯૮૩ના ફલડ જેવી બની જાત. અત્યારે ૫૦ ટકા વિસ્તાર પાણીથી ભરાયેલ છે.

નગરપાલિકાને કેન્દ્ર સરકાર દ્વારા ૧૫૬ કરોડની ગ્રાન્ટ ભૂગર્ભ ગટર માટે અપાઇ પરંતુ તે પાણીમા ગઇ છે.

વાધેશ્વરી પ્લોટમા અતિપ્રાચીન દુધેશ્વર મહાદેવ સુધી ર દિવસ સુધી પાલિકાની બેદરકારીના કારણે ગટરના પાણી પહોંચી ગયા હતા.

અનેક મંદિરોમા પાણી ભરાયા છે અને પોલીસે રોડને સીલ કર્યા છે.

બરડા વિસ્તારમા વરસાદી પાણી આવતા પક્ષીઓ ઉડી ગયા છે.

આવી જ પરિસ્થિતી ઘેડ વિસ્તારની છે ઓજત, મઘુવંતી, મીણસારમા પાણી આવતા આ વિસ્તાર બેટમા ફેરવાયા છે હાઇ-વે ઉપર ગાબડા પડી ગયા છે.

ટાઉન પ્લાનીંગના નિયમનુ ઉલ્લંધન કરીને ભોયતળીયેથી સુપર માર્કેટો ઉભી કરાતા દુકાનો પાણીમા છે નવા જલારામ મંદિરે જમીનમાથી પાણીના ફુવારા ફુટ્યા છે ચારે તરફ પાણી પાણી જ છે.

ખાપટ વિસ્તાર, રોકડીયા હનુમાન મંદિર, યાર્ડ વિસ્તારમાં રસ્તા બિસ્માર છે.

(11:49 am IST)