Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ભાણવડમાં તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

'ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનિકી' થીમ પર

ભાણવડ, તા. ૧૩ : ભાણવડ બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાઇ ગયું હતું.

ડો. વિક્રમસારાભાઇ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એમ.નંદાણીયાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. પાંચ પેટા વિભાગમાં વિભાજીત આ પ્રદર્શનમાં તાલુકાભરની કુલ ૧૧૭ શાળામાંથી ૧૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્યત્વે કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પરિવહન અને પ્રત્યાયન જેવા વિષયો વણી લેવામાં આવ્યા હતા. પ્રદર્શનને ભાણવડની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કો-ઓર્ડીનેટર નિલેશભાઇ ગાગલિયા, તાલુકા કેળવણી નિરીક્ષક માલદેભાઇ કારેણા તથા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો તેમજ નવાપરા સ્કૂલના આચાર્ય મનસુખભાઇ ધ્રાણા અને બીઆરસીના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(11:48 am IST)