Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જુનાગઢ જિલ્લામાં ડીડીઓની આગેવાની હેઠળ રોગચાળા નિયંત્રણના પગલા લેવાયા

જૂનાગઢ, તા.૧૩: ગુજરાતમાં હાલમાં થતી બિમારીમાં એક નવું નામ ચર્ચામાં છે અને તે લોકોમાં ભય પણ ફેલાવી રહ્યું છે તે છે કોંગો ફીવર. આ ફીવરના કારણે મૃત્યુ પણ થઇ શકે છે. ગુજરાતમાં હાલમાં આઙ્ગકોંગો ફીવરઙ્ગદેખા દઈ રહ્યો છે. જેના ફળ સ્વરૂપ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં મળીને કુલ બે વ્યકિતઓના કોંગો ફીવર થયાનાં પ્રાથમિક તારણો આવ્યાનાં અહેવાલ જોવા મળ્યા છે.ઙ્ગકોંગો ફીવરઙ્ગશું છે અને તેના લક્ષણો શું છે તે જાણી લઈએ તો તેની ટ્રીટમેન્ટ કરવી સરળ બને છે. જો સમયસર તેની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તે જીવલેણ બનતો નથી. માટે સાવધાની રાખવી એ મુખ્ય બાબત છે.

આ રોગ પશુઓથી ફેલાય છે,પશુઓની ચામડી પર ચોંટેલા હનીમોરલ નામના પરજીવી રોગનું વાહક છે. ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે. ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે.ઙ્ગ માલધારી અને પશુ પાલકોને આ રોગ થવાની શકયતા વધારે રહે છે.

જુનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા ગામે ગામ પશુપાલકોને પોતાનાં પશુ રહેટાણો અને દ્યરની આસપાસ સ્વચ્છતા રાખવા, ઈતડી જન્ય જીવાતોનું નિયંત્રણ કરવા દવા છંટકાવી કામગીરી સહિત લોકજાગૃતિ કેળવવામાં આવી રહ્યા છે.

નાયબ પશુપાલન નિયામકશ્રી બી.ટી.શીંગાળાએ જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લો કોંગ ફીવરની સંભવિત અસરમાં હજુ ભલે ના આવે પણ જાગ્યા ત્યારથી સવાર માની રોગ આવતા પુર્વે જો જાગૃતિ કેળવી પશુઓનાં રહેઠાણ અને ઈતડી મુકત પશુઓને બનાવવાથી વાયરસ જન્ય ફેલાવો ધરાવતા આ રોગને જૂનાગઢમાં પ્રવેશતો અવશ્ય અટકાવી શકીશુ.

(11:47 am IST)