Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મોરબીના ચકચારી કેસમાં જામીનમુકત આરોપીઓના જામીન રદ કરવા હુકમ

જામીન મેળવ્યા બાદ શરતોનો ભંગ કરતા જામીન રદ કરવા અરજી થયેલ

મોરબી, તા. ૧૩ : વજેપર વિસ્તારમાં રહેતા મહેશભાઇ ડાયાભાઇ પરમાર તથા તેના સગાભાઇઓ ઉપર ગત તા. ૧-૮-ર૦૧૭ના રોજ રાત્રીના સમયે આ કામના આરોપી ગીરીશભાઇ નારણભાઇ કંઝારીયા તથા અમિતભાઇ ઉર્ફે કરશનભાઇ લક્ષ્મણભાઇ કોળી રહે. વજેપર વાળા તથા બીજા અન્ય ત્રણ આરોપીઓએ જીવલેણ હથીયારો ધારણ કરી મારી નાખવાના બદઇરાદે જાહેરમાં હુમલો કરતા આ કામના મહેશભાઇ ડાયાભાઇ પરમાર તથા તેના સગાભાઇઓને વધુ ગંભીર ઇજા થતા મોરબી હોસ્પિટલથી રાજકોટ સીવીલ હોસ્પિટલ તથા ત્યાંથી અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. આ કામના ફરીયાદી મહેશભાઇ ડાયાભાએ આ કામના આરોપી સામે મોરબી સીટી એ-ડીવીઝન પો.સ્ટેશનમાં એ મતબલની ફરીયાદ જાહેર કરેલ કે મારી સગીર વયની ભત્રીજી દક્ષાબેન ડો./ઓફ દિનેશભાઇ પરમારને આ કામના આરોપીના મિત્ર પ્રકાશ વિનુભાઇ નકુમ લઇ ગયેલ હોય અને અમો ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરવા જવાના છીએ તેનો ખાર રાખી આરોપીઓએ અમો ઉપર જીવલેણ હુમલો કરેલ છે. પોલીસે આ કામના આરોપીઓની અટકાયત આઇ.પી.સી. ૩ર૬, ૩૦૭ વિગેરેના કામમાં કરેલ. ત્યારબાદ આ કામના આરોપીઓએ મોરબીની ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ફો.પ.અ.નં. ૬ર૯/ર૦૧૭ થી જામીન અરજી કરતા અદાલતે શરતોને આધારે જામીન અરજી મંજુર કરેલ હતી.

સદર કેસ મોરબીના એડી. ડીસ્ટ્રીકટ જજશ્રી સી.જી. મહેતાની કોર્ટમાં સેસન્સ કેસ નં. ૮૧/૧૮થી પુરાવાના સ્ટેજે હોય અને ફરીયાદીની જુબાની થવા પર હોય તે સમયે આ કામના આરોપીઓ ગીરીશ નારણભાઇ તથા અમિત ઉર્ફે કરશન લક્ષ્મણભાઇ જે ગત તા. રર/૬/૧૯ના રોજ ફરીયાદીના ધંધાના સ્થળે જઇને ફરીયાદીને છરી બતાવી એ મતલબની ધાક ધમકી આપેલ કે જો અમારી વિરૂદ્ધ કોર્ટમાં જુબાની આપીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખશું તે મતલબની ધાક ધમકી આપેલ જેથી ફરીયાદીએ સદર આરોપીઓ સામે જામીન રદ કરવા અરજી કરેલ.

સદર અરજીની સુનાવણી હાથ ધરતા ફરીયાદીના એડવોકેટ શ્રી બ્રિજેશ એચ. નંદાસણા (ટીનાભાઇ)ની દલીલોને ધ્યાને લઇ તેમજ આ કામના આરોપીઓએ જામીન મુકિતનો ગેરલાભ લીધેલ છે તેમજ જામીનની શરતોનો ભંગ કરેલ છે તેવી દલીલોને માન્ય રાખી મોરબીના એડી. ડીસ્ટ્રીકટ જજ સી.જી. મહેતા આ કામના બંને આરોપીઓના જામીન રદ કરતો હુકમ જાહેર કરેલ છે. આ કામના ફરીયાદી તરફે મોરબીના એડવોકેટ શ્રી બ્રિજેશ એચ. નંદાસણા (ટીનાભાઇ) રોકાયેલ હતાં.

(11:46 am IST)