Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

બીન્ટુ ભરવાડનો કંઠાઃ ૨૫ થી વધુ ગુજરાતી આલ્બમમાં ગુંજી રહ્યો છે

હળવદના છેવાડાના ગામ ગોલસણનાં યુવાનની સિધ્ધી

હળવદ,તા.૧૩:તાલુકાના નાના એવા ગોલાસણ ગામનો સાવ સામાન્ય પરિવારનો બીન્ટુ ભરવાડ આજકાલ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે એક પછી એક સુપરહિટ ગીતો રજૂ કરી ધૂમ મચાવી રહ્યો છે,અપ્રિતમ લોકચાહનાને પગલે હાલમાં બીન્ટુ ભરવાડ એ એક, બે નહિ પરંતુ પચ્ચીસથી વધુ ગુજરાતી આલ્બમોમાં કલાના ઓજસ પાથર્યા છે અને તમામ આલ્બમ સુપરહિટ નીવડ્યા છે.

મોરબી જિલ્લાના છેવાડાના ગણાતા હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા માલધારી પરિવારના દ્યેર જન્મેલા બીન્ટુ ભરવાડએ કલાકાર ક્ષેત્રે આગળ વધવા પરિવારથી ચોરી છુપી રાત ઉજાગર કરી અથાગ પરિશ્રમ કરતા કરતા બીન્ટુનો સ્વર આજ યુવા હૈયાઓમાં લોકપ્રિય બન્યો છે, સાથો-સાથ બુલંદ અને ગામઠી શૈલીમાં અલગ અંદાજથી લોકગાયન રજૂ કરી બીન્ટુએ આજે સમગ્ર માલધારી સમાજના હૈયામાં અનેરું સ્થાન જમાવ્યું છે.

તાલુકાના ગોલાસણ ગામે રહેતા માલધારી પરિવારના દીકરાએ કોઈ દી ન જોયેલું સપનું આજે સાકાર થતાં ૨૫દ્મક વધુ આલ્બમ માં સ્વર આપ્યા ની સાથે સાથે સારી એવી એકટીંગ કરી વિશેષ નામના મેળવી છે આ સાથે બીન્ટુ ભરવાડ જે માત્ર ચૌદ વર્ષની જ નાની વયથી જ ગાવાની શરૂઆત કરી હતી પરંતુ પરિવારજનોની ઈચ્છા મુજબ સરકારી અધિકારી બને તેમ નેમ વ્યકત કરી હતી ત્યારે બીન્ટુ ભરવાડે છાના ખૂણે પોતાની કલા પ્રદર્શિત કરવા પરિવારજનોની ના હોવા છતાં પણ રાત્રિના સમયે પરિવારજનોની નજર ચૂકવી પોગ્રામ હોય તે ગામ પહોંચી જતા હતા અને લોકો સમક્ષ કલાના સૂર પ્રગટ કરતા.

'અકિલા' સાથેની વાતચીતમાં બીન્ટુભાઇ ભરવાડ એ જણાવ્યું હતું કે મારો પરિવાર પહેલેથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો હોય જેના કારણે અમારે રહેવાની કોઈ એક જગ્યા નહોતી ચાર મહિના ગોલાસણ ગામ તો આઠ મહિના અમદાવાદ ગાંધીનગર તરફ પશુઓને લઈ ખુલ્લા ખેતરોમાં રોકાવું પડતું દેગામ તાલુકાના છાપા ગામ મે હું જયારે પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતો તે સમયગાળા દરમિયાન પ્રાર્થનાઓ શાળામાં વિવિધ યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતો અને ભજન,લોકગીત, રાહડા વગેરે ગાતો સાથે અભિનય પણ કરતો બસ ત્યારથી સ્કૂલના શિક્ષકો મને કહેતાં કે તારા સ્વરમાં તાકાત છે તું મહેનત કર એક દિવસજરૂર મોટો કલાકાર જરૂર બનીશ બસ ત્યારથી કલા ક્ષેત્રે મને લગાવ રહેતો અને અનેક કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ આજે આ મુકાન પર પહોંચ્યો છું સાથોસાથ મારા મામા લક્ષ્મણભાઈ ઝાપડા નો પણ હું આભાર માનીશ કે જેવો હંમેશા દરરોજ કાયમ મને હુફ, સાથ આપી રહ્યા છે તેઓની જ શકિત મ્યુઝિક સ્ટુડિયો યુટ્યુબ ચેનલ માં મારા આલ્બમ રિલીઝ થાય છે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના અને શહેરોમાં લાઇવ પોગ્રામ આપ્યા છે.

(11:43 am IST)