Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ગઢડા તાલુકાની ટીમ ખેલ મહાકુંભમાં પ્રથમ

ગીરગઢડા : તાલુકા લેવલની કબડ્ડીમાં અંડર-૧૭ માં ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ફાઈનલમાં વિજય મેળવીને ગુરુકુલ પરિવાર તથા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ સાથે બહેનોના વિભાગમાં પણ રનર્સ અપ બન્યા છે. સાથે સાથે ખો-ખો વિભાગમાં પણ અંડર-૧૭માં તાલુકા લેવલે પ્રથમ સ્થાન હાંસલ કરેલું છે. આ સિદ્ઘિ પ્રાપ્ત કરનાર સર્વે ખેલાડીઓ તથા શિક્ષકોને સંસ્થાના અધ્યક્ષ પૂજય માધવપ્રિયદાસજી સ્વામી તથા આચાર્યશ્રીએ શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ટીમના કેપ્ટને જણાવ્યું હતું કે સંતો ના આશીર્વાદ અને શિક્ષક ભાઈઓની મહેનત અને પ્રોત્સાહનથી આ સિદ્ઘિ મળી છે.

(11:42 am IST)