Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

સુરેન્દ્રનગરમાં PUC કઢાવવા માટે વાહનોની PUC સેન્ટર પર કતારો

નવા કાયદા મુજબ રૂ. ૧૦૦ ને બદલે ૫૦૦ રૂ. દંડ કરતા વાહન ચાલકો જાગ્યા

વઢવાણ,તા.૧૩:મોટર વાહન એકટની જોગવાઇનો ગુજરાતમાં ૧૬ સપ્ટેમ્બરથી અમલ શરૂ થઇ જશે. આ જાહેરાત વિજય રૂપાણીએ કરતા જ બુધવારે સવારથી જ વાહનચાલકોએ દંડની રકમથી બચવા નીતિનિયમો શરૂ કરી દીધા હતા. પીયુસીનો દંડ રૂ. ૧૦૦ને  બદલે ૫૦૦ કરી દેતા સવારથી જ વાહનચાલકો પીયુસી કઢાવવા નીકળી પડ્યા હતા.

શહેરના ૧૦ સેન્ટર પર બમણો ધસારો જોવા મળ્યો હતો. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, પીયુસીના ધંધામાં લાલચોળ તેજી આવી ગઈ છે. નોંધનીય છે કે, જે વાહનો નવાં છે અને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું તેમને પીયુસી કઢાવવાની જરૂર નથી. પરંતુ એક વર્ષ થઈ ગયું હોય તેવા વાહનોને પીયુસી કઢાવવું ફરજિયાત છે

નીતિ-નિયમોનું પાલન કરવા માટે મજબૂર બન્યા. સુધારિત કાયદામાં, ખાસ કરીને દંડ બાબતે જે કંઈ નવી જોગવાઈઓ અમલમાં આવી છે, તેને લઈને વાહન માલિકોમાં થોડી જાગૃતિ આવી છે. અત્યાર સુધી ચાલ્યુ છે, પરંતુ હવે આવું ન ચાલે તેવું વિચારીને પણ માલિકો નીતિ-નિયમોનું પાલન કરવા માટે મજબૂર બની રહ્યાં છે.

સુરેન્દ્રનગર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટર વ્હીકલ એકટનાં કાયદાની અસરો જોવા મળી રહી છે, એમ જિલ્લામાં પીયુસી સેન્ટર ધરાવતા વિજયભાઇએ જણાવ્યું હતું. હાઇવે ઉપર દોડતાં ૧૦૦માંથી ૮૦ વાહનચાલકો પાસે હવે પીયુસી સર્ટિફિકેટ જોવા મળી રહ્યાં છે. પીયુસી કઢાવવાની ટકાવારી ૪૦દ્મક ૫૦ ટકા વધી છે.

સુરેન્દ્રનગર જિલ્લા માં puc કેન્દ્ર ઓછા હોવા ના કારણે સુરેન્દ્રનગર જિલ્લા માં ષ્ટ્યણૂ કેન્દ્ર પર વાહન ચાલકો ની લાઇન લાગી હતી.ત્યારે જિલ્લા માં ૧૦ થી પણ ઓછા puuc કંઠવા ના કેન્દ્ર આવેલ છે.ત્યારે આ કેન્દ્ર પર રાતો રાત વાહન ચાલકો નો દ્યાસારો જોવા મળ્યો હતો

(11:42 am IST)