Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જામનગરમાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમનો જોરશોરથી શુભારંભ

જામનગર તા ૧૩  :  વડાપ્રધાનશ્રી દ્વારા મથુરામાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવા અંગે તા. ૧૧ થી ૨૭ ઓકટો. દરમ્યાન ''સ્વચ્છતા'' એ જ સેવા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ જામનગર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિ. ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ. જેમાં મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, એન.જી.ઓ., સેલ્ફ હેલ્પ ગ્રુપ તથા લોકો ઉપસ્થિત રહેલ હતા.  તેમજ અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓને પણ ટેલિવિઝન મારફત લાઇવ પ્રસારણ અર્થે હાજર રહી માહિતગાર કરવામાંઆવેલ હતા.

આ કાર્યક્રમમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા લોકોને વડાપ્રધાનશ્રી દ્વારા આહવાન કરવામાં આવેલ. તેમજ મહાનગરપાલીકા દ્વારા આ કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા કાચના ગ્લાસમાં પીવાનુ પાણી આપવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા સીંગલ યુઝ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક અનુસંધાને સપ્તાહમાં, વીકમાં રૂા૧,૦૨,૭૦૦/- જેટલો વહીવટી ચાર્જ તથા ૧૫૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે.

દુકાનદાર/વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા સીંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક સિવાયના  પ્લાસ્ટિક  વપરાશ અંગે સરકારશ્રી નિયમોનુસાર ધોરણસર રજીસ્ટ્રેશન મહાનગરપાલિકામાં કરી જવા સુચના આપવામાંઆવેલ છે.

સોૈએ સાથે મળીને જામનગર મહાનગરપાલિકાને પ્લાસ્ટિક મુકત શહેર બનાવીએ અને સીંગલ યુઝ પ્લાસિકને સદંતર બંધ કરીએ. આપણા  શહેરને સ્વચ્છ, નિરોગી અને સુંદર બનાવવા સહભાગી બનવા જામનગર મહાનગર પાલિકાએ અપીલ કરી છે.

(11:38 am IST)