Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

નવાબંદર મધ દરીયે માછીમારી કરવા ગયેલ બોટ ડૂબી ગઇ

ઉના તા. ૧૩ :.. નવા બંદર ગામનાં ભીમાભાઇ નારણભાઇ ચૌહાણની કૌશીક પ્રસાદ નામની બોટ ૮ ખલાસી સાથે માછીમારી કરવા ગયેલ હતી. ગઇકાલે રાત્રીનાં ૧૮ થી ર૦ નોટીકલ માઇલ નવાબંદર થી દુર માછીમારી કરવા ઉભી હતી ત્યારે દરીયામાં કરંટ હોય અને મોજા ઉંચા ઉછળતા હતા.

તેમજ વરસાદ પણ ધોધમાર ચાલુ હતો બોટમાં પાણી ભરાવાથી ડુબવા લાગેલ અને ૮ ખલાસીઓએ લાઇફ જેકેટ પેરી દરીયામાં જીવ બચાવવા કુદી પડેલ ત્યારે ત્યાંથી પસાર થતી મહાદેવ અને ભગવતી નામની બોટનાં ખલાસીએ બચાવી બોટમાં સલામત લઇ લીધા હતાં. કૌશીક પ્રસાદ બોટ દરીયામાં ડૂબી જતાં લાખો રૂપિયાનું નુકશાન ગયાનો અંદાજ છે.

આ અંગે નવાબંદરના આગેવાન સરપંચ સોમવારભાઇ મજેઠીયાનો સંપર્ક કરતાં તમામ ખલાસી સલામત છે. નવાબંદર બીજી બોટમાં આવી ગયાનું જણાવેલ છે.

(11:36 am IST)