Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મોરબીમાં ૧૩.૬૦ કરોડની છેતરપીંડીના કેસમાં મહિલા સહિત ત્રણની જામીન અરજી રદ

મોરબી તા. ૧૩: મોરબીના પટેલ વેપારી સાથે કરોડોની છેતરપીંડી કેસમાં મુખ્ય સુત્રધાર સહીત ચાર આરોપીને ઝડપી લેવાયા છે જેમાં બે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આજે મહિલા સહિતના બંને આરોપીને જેલહવાલે કરાયા છે.

મોરબીના વેપારી વિજયભાઇ ગોપાણીએ આરોપી ડો. વસંત કેશુભાઇ ભોજવિયા, પ્રદીપકુમાર કારેલીયા, જયેશ ઉર્ફે રોહિત સોલંકી અને ફાઇનાન્સ અધિકારી તરીકે ઓળખાવેલ વ્યકિત તેમજ રચના સિંઘ એમ પાંચ સામે ૧૩.૬૦ કરોડ રૂપિયાની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી કરોડોના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપી ઠગાઇ કરવામાં આવી હોય જે કેસની તપાસ મોરબી એસઓજી ટીમને સોંપવામાં આવી હોય અને એસઓજી પીઆઇ જે. એમ. આલની ટીમ દ્વારા ચીટીંગ કેસમાં આરોપી ડો. વસંત ભોજવિયા, જયેશ ઉર્ફે રોહિત સોલંકી, ફાયનાન્સ અધિકારી તરીકે ઓળખ આપનાર અમરકુમાર રામકુમાર ઠાકુર અને રચના સિંઘ તેનું સાચું નામ પરમેશ્વરી ઉર્ફે પરી સુરેશભાઇ ગોહિલ હોય એમ ચાર આરોપીને ઝડપી લેવાય છે કરોડોના ચીટીંગ કેસમાં ઝડપાયેલા આરોપી પૈકીના જયેશકુમાર ઉર્ફે રોહિત કાનજીભાઇ સોલંકી, પરમેશ્વરી ઉર્ફે પરી સુરેશભાઇ ગોહિલ અને અમરકુમાર ઠાકુર એમ ત્રણ આરોપીએ આજે બીજા એડીશ્નલ સેશન્સ જજ મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને સરકારી વકીલ ડી. આર. આદ્રોજાની દલીલોને પગલે કોર્ટે ત્રણેય આરોપીની જામીન અરજી નામંજુર કરી છે.

(11:34 am IST)