Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ઉનામાં ગોળીબાર પ્રકરણમાં ૧૩ સામે ગુન્હોઃ આરોપીઓની શોધખોળ

ઉના તા. ૧૩ :.. શહેરમાં ૧૦-૯ ના રાત્રીના લુહાર ચોકમાં તાજીયાના જૂલુસમાં આડેધડ ફાયરીંગ થતાં પાંચ લોકો ઘવાયા હતાં. અને સારવાર માટે રાજકોટ ખસેડેલ હતાં આ બાબતે રાજકોટ હોસ્પીટલમાં દાખલ થયેલ શોહીલ કાસમભાઇ જોખીયા ઉ.ર૧ રે. ઉના એ ફરીયાદ લખાવેલ કે (૧) હાજી ઇકબાલ હાજી ઉસ્માન ભીસ્તી (ર) રીયાઝ રહીક કાસમાણી (૩) નવાઝ રફીકભાઇ કાસમાણી (૪) એઝાઝ રફીક કાસમાણી (પ) રફીકભાઇ અબદ્રે રહેમન કાસમાણી (૬) જીસાન ઉર્ફે અબાડો મુકતારભાઇ મકરાણી (૭) હુસેન ઉર્ફે માથો મુસાભાઇ ભીસ્તી (૮) ગુલાબબાપુ ફકીર પાનવાળા (૯) ફિરોઝ મુસાભાઇ ભીસ્મી (૧૦) અઠીબશા બાવેશા ફકીર (૧૧) મોઇન મનસરભાઇ મન્સુરી (૧ર) ઇસ્માઇલ મુસા મેમણ (૧૩) નઇમ ઉર્ફે બાંડીયા રફીક ઉર્ફે અબ્બા સૈયદ રે. ઉનાવાળાએ જેમાં સાત વરસ પહેલા ઇકબાલ ભીસ્તીનાં બાપુજી ઉસ્માનભાઇનું રમજાન માસમાં સિકંદર દાદાભાઇ સિંધી વિગેરેએ ખુન કરેલ તે મનદુઃખ રાખી ત્યાં ફરીયાદીનાં જ્ઞાતિના થતાં હોય તે મનદુઃખ રાખી આરોપીઓ જાનથી મારી નાખવાના ઇરાદે ગે. કા. મંડળી રચી જીવલેણ રિવોલ્વર કે તમંચા જેવા હથીયારો ધારણ કરી સોહિલ તથા નાયા મુસ્તાક સુમાન, ચોરવાડા હનીફ અબ્બારખા, સોરઠીયા અમાન સલીમભાઇ, સગીરાબેન અબ્દુલ આરબ રે. ઉના વાળા  તાજીયાનું જૂલૂસ જોવા લુહાર ચોકમાં ઉભા હતા ત્યારે આડેધડ ગોળીબારમાં પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ અન્ય આરોપીઓએ ગાળો આપી પાટુનો માર મારી ગુનો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૭, ૩ર૩, પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટ ૧૯પ૯ ની કલમ રપ (૧) (એ), ર૭ (ર), જી. પી. એકટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધી ઉનાનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાકીરખાન બાબી કરી રહ્યા છે.

ગુનાની ગંભીરતા જોઇ તટસ્થ તપાસ કરી રહ્યા છે. હાલ હજુ સુધી એક ણ આરોપી પકડાયો નથી.

અત્રે એક ઉલ્લેખનીય છે કે ઉના પોલીસ સ્ટેશન દ્વારા થોડા દિવસો પહેલા મહોરમ - ગણપતિ ઉત્સવ શાંતિપૂર્વક યોજાયે તે માટે  શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી જેમાં મુસ્લીમ સમાજ, હિન્દુ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમાં એક મુસ્લીમ સમાજનાં યુવાને પોલીસને ઉના શહેરમાં વડલી ચોક કોર્ટ વિસ્તારમાં લુખા અને માથાભારે શખ્સો હથીયારો લઇ લોકોને ડરાવતા હોય સાન ઠેકાણે લાવવા પગલા લેવા રજૂઆત કરી હતી.

મહોરમનાં તહેવારમાં નવા - જૂની થવાનાં એંધાણ આપેલ હતાં. પરંતુ ગંભીરતા ન લીધી હોય તેવુ લોકોમાં ચર્ચાય છે. જો પગલા લીધા હોત તો બનાવ બનતો અટકી શકયો હોય તેમ લોકોમાં ચર્ચા થાય છે.

(11:33 am IST)