Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

વડિયા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતઃ એકનું મોત

વડિયા : ગોંડલ રોડ ઉપર બાઈક ગોંડલ તરફથી વડિયા આવતું હતું ત્યારે માત્ર એકજ કિ.મી દુર સામેથી આવતી ફોરવીલ ધડાકાભેર અથડાતાં  પીપળીયા ગામનાં ગીરીશભાઈ પોપટભાઇ પટોળીયા નામના ૪૫ વર્ષિય વ્યકિતનુ મોત નીપજયું હતું જયારે બાઈક પાછળ બેઠેલા તેમના પત્ની ને પ્રથમ વડિયા ખસેડાયા હતા જયાંથી તેમને વધુ સારવારઅર્થે જેતપુર રીફર કરવામાં આવેલ છે ફોરવિલ વડિયા બેંક ઓફ ઇન્ડિયા ના કોઈ કમૅચારીની ે કાર નં GJO 3 f k 4830 ના ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો ઢુઢીયા પીપળીયા ગામનાં ગીરીશભાઈ પોપટભાઇ પટોળીયા અને તેની પત્ની ગોંડલ તાલુકાના દેવચડી ગામે પોતાની દિકરીના ધરે આંટો મારી પરત ઢુઢીયા પીપળીયા ગામે પાછાં આવતાં હતાં તે સમયે અકસ્માત સર્જાયો હતો(તસ્વીર ,અહેવાલ- દિવ્યાંગગીરી ગોસાઈ .વડિયા)

(11:32 am IST)