Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રામોદમાં કત્લખાને ધકેલાતા ત્રણ બળદોનો જીવ બચાવતા ગૌસેવકો : એકની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે ગૌસેવકો અને બળદો નજરે પડે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા.૧૩ : કોટડાસાંગાણીના રામોદ ગામેથી કત્લખાને ધકેલાતા ત્રણ બળદો ભરેલી બોલેરોને ગૌસેવકોએ પકડી પાડી પોલીસને હવાલે કરી હતી.

મળતી વિગતો મુજબ કોટડાના રામોદ ગામથી ગૌ મંડળ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો પ્રમુખ ગોરધનભાઇ પરડવા, મોલિકભાઇ, ગજેન્દ્રભાઇ, ધર્મેન્દ્રભાઇ, રાકેશભાઇ માનસુરભાઇને બાતમી મળતા રામોદથી વડોદરાના વતામણ ખાતે કતલ કરવા માટે ત્રણ ગૌ વંશ બોલેરો ગાડી સાથે રામોદ ગામે રમેશ ઉર્ફે ભગત રાણાભાઇ ગરૈયા રે. દરેડ તા. બાબરાને પકડી પાડી કોટડાસાંગાણી પોલીસને હવાલે કર્યા હતાં.

પોલીસે રાજેન્દ્રભાઇ શેખવાની ફરીયાદ પરથી પકડાયેલ ઉકત શખ્સો સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:32 am IST)