Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

હળવદના રાતાભેર ગામના મહિલા સરપંચ સહિત પરિવારજનોએ કર્યો દેહદાનનો સંકલ્પઃ ગામના ૧૬ લોકો અંગદાન કરશે

હળવદ, તા.૧૩:'હમ ના રહેંગે તુમ ના રહેંગે રહેગી બસ નિશાનિયા કીસી કી આંખ બનકર ચમકેંગે તો કિસી કે દિલ બનકર ધડકેંગે

સમગ્ર ભારતભરમા જયારે દ્યણા બધા લોકો કિડની, હૃદય,લીવર સ્વાદુપિંડ અંગોની કાર્યદક્ષતા ગુમાવવાથી પોતે અને તેનો પરિવાર પારાવાર મુશ્કેલીઓ ભોગવતો હોય છે કારણકે ભારતમાં અંગદાન કે દેહદાનનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં છે.

આવા સમયે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય પ્રેરિત ગુજરાત યુવક બોર્ડ દ્વારા હળવદ તાલુકાના રાતાભેર ગામે અંગદાન -દેહદાન અંગેની લોકોમાં જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઙ્ગ

જેમાં રાતાભેર ગામના મહિલા સરપંચ હંસાબેન કાળુભાઈ ચૌહાણ તેમજ તેમના પતિ કાળુભાઈ માધુભાઇ ચૌહાણ સસરા મધુભાઈ શીવાભાઈ ચૌહાણ અને સાસુ જીકુબેન માધુભાઈ ચૌહાણ એ દેહદાન અંગેનું સંકલ્પ પત્ર ભરી સમાજમાં એક નવો જ અને પ્રેરણાદાયી રાહ ચિંધ્યો છે આ અંગે મહિલા સરપંચ હંસાબેન એ જણાવ્યું હતું કે આ નશ્વર દેહ શરીર મૃત્યુ પામ્યા પછી કોઈપણ કામમાં આવ્યા વિના અંતિમ ક્રિયારૂપે બાળી દેવામાં આવતું હોય છે અથવા તો દફનાવી દેવામાં આવતું હોય છે આ શરીરની કિડની, લિવર જેવા મરણ દાન કરવાથી કોઈ બીજા મનુષ્યના જીવનમાં નવી રોશની આપી શકાય છે સંપૂર્ણ દેહદાન થકી મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંશોધનમાં પણ ખૂબ મહત્વનું કામ આવતું હોય છે જેથી મારા પરિવારના ચારે સભ્યો દ્વારા દેહદાન આપવું નક્કી કરી તેનુ સંકલ્પપત્ર ભર્યું છે.

જયારે બીજી તરફ ગામના સરપંચ આટલા જાગૃત હોય તો ગ્રામ જનો કેમ નહિ જો સરપંચ દેહદાનનુ સંકલ્પ પત્ર ભરતા હોય તો ગ્રામજનો કેમ પાછળ રહે આવી જ રીતના રાતાભેર ગામના ૧૬ લોકોએ પણ અંગદાન કરવાનુંઙ્ગ જાહેર કર્યું છે જેમાં મનસુખભાઇલાલજીભાઇ કોળી, અક્ષય દિનેશભાઈ કેરવડીયા, રણજિત નાગજીભાઈ મકવાણા, હેમુભાઈ ડાયાભાઇ રાજપુત,ચંદુલાલ લક્ષ્મણભાઈ પટેલ, લક્ષ્મણભાઈ રાઘવજીભાઈ પટેલ, ભરતસિંહ જેસિન્ગભાઈ ચૌહાણ,વિનોદભાઈ જાદવજીભાઈ શિહોરા, હરપાલસિંહ જીલૂભા ચૌહાણ, દિનેશભાઇ ખોડાભાઈ સુરાણી, ભરતભાઈ તળશીભાઈ સારલા, અજીતસિંહ વજુભાઈ ચૌહાણ, જયદેવસિંહ દીલિપસિહ ચૌહાણ, મનસુખભાઇ કાળુભાઇ કેરવડીયા, શકિતસિંહ જીલૂભા ચૌહાણ, વિજયભાઈ સોમાભાઈ સિહોરા સહી ૧૬ લોકોએ અંગદાનનું સંકલ્પ પત્ર કર્યું હતું.

રાતાભેર ગામ યોજાયેલ કાર્યક્રમની સાથે સાથે માં કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ગુજરાત યુવક બોર્ડ ના હળવદ તાલુકા સંયોજક વિજયસિંહ પઢીયાર દિલીપભાઈ લકુમ અજીત સિંધવ વિસ્તરણ અધિકારી જગાભાઈ માધાપર ગામના તલાટી મંત્રી કિરણ જી મકવાણા તેમજ ગામના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સરપંચના પતિ કાળુભાઇ ચૌહાણ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:30 am IST)