Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે કાલે રવિવારે વિભાજનની ઘટના વર્ણવતી પ્રદર્શની યોજાશે

૧૪ ઓગષ્ટ “વિભાજન વિભીષિકા દિવસ” નિમિત્તે વિભાજનની ઘટના અને પ્રસંગને વર્ણવતી પ્રદર્શનીનું આયોજન

મોરબી : આવતીકાલે ૧૪ ઓગષ્ટ “વિભાજન વિભીષિકા દિવસ” નિમિત્તે વિભાજનની ઘટના અને પ્રસંગને વર્ણવતી પ્રદર્શનીનું આયોજન મોરબી જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય, નવા બસ સ્ટેન્ડ સામે નીચે, શનાળા રોડ ખાતે સવારે ૧૦ કલાકે કરવામાં આવેલ છે. પ્રદર્શનીનું ઉદઘાટન મોરબી જીલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા વિનોદભાઈ ચાવડાના હસ્તે રાખેલ છે.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા ઉપસ્થિત રહેશે

(11:42 pm IST)