Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સહકારી અગ્રણી જયેશભાઈ રાદડિયા અને મગનભાઈ વડાવીયાને કેન્‍દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે દશાબ્‍દી એવોર્ડ

મોરબી : દશાબ્‍દી મહોત્‍સવ ઉજવણી નિમિતે દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીના મગનભાઈ વડાવીયા અને જયેશભાઈ રાદડિયાને દશાબ્‍દી એવોર્ડ એનાયત કરાયો હતો. જીલ્લા લેવલની દેશમાં ૩૫૮ સહકારી બેંક કાર્યરત હોય જેમાં રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો ઓપરેટીવના ચેરમેન જયેશભાઈ રાદડિયા અને વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા જેમને કેન્‍દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો ઓપરેટીવ બેંકને દશાબ્‍દી એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. રાજકોટ જિલ્લા સહકારી બેંકને સમગ્ર દેશમાં બેન્‍કિંગ ક્ષેત્રે ઉત્‍કળષ્‍ઠ સેવા બદલ ભારત સરકારનો સર્વોચ્‍ય દશાબ્‍દી એવોર્ડ એનાયત કરવામાં આવતા સહકારી ક્ષેત્રમા ઉત્‍સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને રાજકોટ ડિસ્‍ટ્રીક ઓપરેટિવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયાને આગેવાનો અભિનંદન પાઠવી રહ્યા છે.

(1:31 pm IST)