Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ધોરાજીના મોટી પરબડી ગામે છાત્રાલય પાસેની શેરીઓના બિસ્માર રોડ રસ્તા રીપેરીંગ કરવા રજૂઆત કરાઈ

 ધોરાજી:ધોરાજીના મોટી પરબડી ગામે છાત્રાલય પાસેની શેરીઓના રોડ રસ્તા બિસ્માર બની ગયેલ છે ભૂગભ ગટર ની કૂડી ઓ બિસ્માર પડતા સ્થાનીક રહીશો ને ભારે હાલાકી ભોગવવી પડે છે

 આ ગ્રામજનો એ અવારનવાર રજૂઆત કરવા છતા તંત્ર વાહકો દ્વારા રોડ રસ્તા ને રીપેરીંગ કરવા ની કામગીરી કરવામા નહી આવતાં ગ્રામજનો મા રોષ યાપી ગયેલ છે

   આ અંગે મોટી પરબડીના મંગાભાઈ સહિતના ગામજનો એ જણાવ્યું હતું કે મોટી પરબડી ગામે છાત્રાલય પાસે ની શેરી મા રોડ રસ્તા ભૂગભ ગટર ની સમસ્યા હલ કરવા રજૂઆત કરવાં છતાં તંત્ર વાહકો દ્વારા નક્કર કાયવાહી કરાતી નથી આ અંગે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી ને રોડ ભૂગભ ગટર ની સમસ્યા હલ કરવા માગણી કરાઈ છે.

રહેણાંક વિસ્તાર ના બિસ્માર રોડ રસ્તા રીપેરીંગ કરવા રજૂઆત કરાઈ છે ધોરાજી ના મોટી પરબડી ગામે ભરવાડ સમાજ ના લોકો એ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી

(6:44 pm IST)