Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મારા બોલવાથી જો કૃષિમંત્રીને દુઃખ થતું હોય તો માફી માંગુ છું : ભાવનગરમાં ધરણા કાર્યક્રમ અંતર્ગત પરેશ ધાનાણીએ આક્રોશ વ્યકત કર્યો

ગાંધીનગરઃ મગફળીકાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રાજયના જુદા-જુદા શહેરોમાં ધરણા કરીને રોષ ઠાલવવામાં આવી રહયો છે. ત્યારે પરેશભાઇ ધાનાણીએ કૃષીમંત્રી સામે આક્ષેપો કર્યા બાદ કૃષીમંત્રીએ પણ આક્ષેપોના જવાબ આપ્યા બાદ પરેશભાઇ ધાનાણીએ કૃષીમંત્રીની માફી માંગી હતી.

અત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં મગફળીકાંડ અંગે સતત ધરણાં પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ધરણાં પ્રદર્શનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા. જેના જવાબમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રીએ આજે સોમવારે પ્રેસકોન્ફરન્સ યોજીને આક્ષેપોના જવાબો આપ્યા હતા. બે દિવસ પહેલા પરેશ ધાનાણી અને ફાયરમેનનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જે શંકાશ્પદ છે. આ ઉપરાંત મગફળી મુદ્દે કોંગ્રેસના નામ ખુલતા કોંગ્રેસ અકળાઇ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે સાથે હરિપર સહકારી મંડળી અંગે કરેલા આક્ષેપો સાબિત નહીં કરે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવાનું કહેતા પરેશ ધાનાણીએ માફી માંગી છે. તેમણે જણાવ્યું હતું કે, જો મારા બોલવાથી કૃષિ મંત્રીને દુઃખ થતું હોય તો હું માફી માંગુ છું. આમ શાબ્દિક પ્રહાર સાથે પરેશ ધાનાણીએ માફી માંગી છે.

ધરણાં કાર્યક્રમ અંતર્ગત વડોદરા અને ભાવનગરમાં ધરણાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભાવનગરમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના કાર્યકરો ધરણાં પણ બેઠા છે. જ્યાં તેમણે કૃષિમંત્રી આર.સી. ફળદુની માંફી માંગી હતી. શાબ્દિક પ્રહાર કરવાની સાથે સાથે તેણે કૃષી મંત્રીની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, મારા બોલવાથી જો કૃષિ મંત્રીને દુઃખ થતું હોય તો માફી માંગુ છું.

ઉલ્લેખનીય છે કે, સોમવારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરેલા આક્ષેપના જવાબ ગુજરાતના કૃષિ મંત્રી આર.સી. ફળદુએ નાફેડ દ્વારા ઓઇલ મિલરોને મગફળી વહેંચી દેવામાં આવી હતી. મગફળી મામલામાં કોગ્રેસ અને ભાજપ બંનેના નામ ખુલ્લા પડ્યા છે. જોકે, કોંગ્રેસના નેતાઓના નામ ખુલતા કોંગ્રેસ અકળાઇ ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચીમનભાઈ શાપરિયા પર વિપક્ષી નેતાઓએ આક્ષેપો કર્યા છે. પરેશ ધાનાણી રાજકીય લાભ લેવા મેળવવા માટે ધરણાં કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હરિપર સહકારી મંડળી દ્વારા કોઇપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી નથી. જો ગેરરીતિ કરવામાં આવી હોય તો સાબિતી આપે. આગામી દિવોસમાં પરેશ ધાનાણી પુરવાર નહીં કરે તો કાયદાકીય પગલાં લેવાનું પણ આર.સી. ફળદુએ કહ્યું હતું. બે દિવસ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ફાયરમેનનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયો શંકાસ્પદ હોવાનું જણાઇ રહ્યું છે. પરેશ ધાનાણીની આ ઓડિયો મામલે તપાસ કરાશે એમ ફળદુએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અત્યારે ‘મગફળી કાંડ’ સંદર્ભે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા કાર્યક્રમો અપાઇ રહ્યા છે. જ્યાં જ્યાં મગફળી બળીને ખાખ થઇ છે એ સ્થળો ઉપર વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધરણા કરી રહ્યા છે. પરેશ ધાનાણી રવિવારે જામનગરના હાપામાં આવેલા સેન્ટ્રલ વેરહાઉસ નિગમની બહાર ઉપવાસ પર બેઠા છે. અહીં 19 એપ્રિલના રોજ 700 ગુણી મગફળી બળીને ખાખ થઇ ગઈ હતી. જોકે, એફઆઇઆર બાદ પણ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 4000 હજાર કરોડનું મગફળી કાંડ જનતા સમક્ષ આવ્યું છે ત્યારે કેટલાક સવાલો ઊભા થાય છે. કે, મગફળીકાંડમાં કયા મોટા માથાઓ સંડોવાયેલા છે એ અંગે જવાબ આપતા સરકાર આજ દિવસ સુધી શું કામ ડરી રહી છે.

(6:17 pm IST)