Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જેતપુરમાં સાડી ઉદ્યોગ બચાવવા બંધના એલાનનો ફિયાસ્કો

રેલીમાં કારખાનેદારો-કામદારો ઉમટયાઃ રેલી સ્વરૂપે મામલતદારને આવેદનઃ પ્રદુષણ મુદ્દે રાજકારણ ખેલાતુ હોવાનો આક્ષેપ

 જેતપુર તા.૧૩: જેતપુરમાં પ્રદુષણ પ્રશ્ને ખેલાતા રાજકારણ સામે સાડી ઉદ્યોગને બચાવવા સ્વયંભુ તમામ કારાખાનેદારોએ તેમજ દુકાનદારોએ અડધો દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી જંગી મેદની સાથે રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવેલ જેની કોઇ એ પણ સતાવાર જાહેરાત કરેલ ન હતી પરંતુ સોશ્યલ મીડિયામાં મેસેજ વિડિયો વાઇરલ કરેલ.

 

જેમાં સમય નજીક આવતા શનિવારના રોજ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશને પડદા પાછળ રહી એલાનને ટેકો આપવાની જાહેરાત કરી કારખાનેદારોને એશોસીએશન દ્વારા ફોનથી કારખાના બંધ રાખવા જણાવેલ અને આ અંગેની જાહેર અપીલ માટે રીક્ષા દ્વારા માઇક ફેરવવામાં આવેલ પરંતુ આમા માત્ર રાજકારણ જ હોવાનો આક્ષેપ કરી વેપારીઓ અને કારખાનેદારોએ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખેલ.

આજરોજ બંધનંુ સ્વયંભુ એલાન હોય વેપારીઓએ પોતાની દુકાનો રાબેતામુજબ ચાલુ રાખેલ અને વેપારીઓમાં એવો સુર ઉઠેલ કે જયારે-જયારે વેપારીઓનો પ્રશ્ન હોય છે ત્યારે બંધના એલાનમાં ડાઈંગના ઉદ્યોગકારો સ્પષ્ટ જણાવે છે કે અમો ઉદ્યોગપતિઓ છીએ અમારે તમામા વેપાર સાથે કોઇ લેવા-દેવા ન હોય તો પછી આજે જયારે કારખાનેદારો અને તેમાં પણ અમુક ગણ્યા ગાંઠયા મગરમચ્છોના પાપે જે પ્રશ્ન ઉદ્દભવેલ છે તે માટે અમો શા માટે બંધ રાખીએ.

તો બીજી તરફ નાના કારખાનેદારો પણ એશોસીએશનની પ્રવૃતિથી નારાજ હોવાનું જાણવા મળેલ તેઓએ પણ નક્કી કરી લીધું કે અમો કારખાના બંધ નહિ રાખીએ જેથી તે લોકોએ પોતાના કારખાના ચાલુ રાખેલ છે.

જયારે ગામના લોકોના પ્રશ્ન હોય તેવી જાહેરાત સાથે આજરોજ તમામ કારખાનેદારો અને વેપારીઓને સહકાર આપી મામલતદારને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવેલ હોય તે મુજબ સવારે ૯ કલાકે રેલીના સ્થળે જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં એશો.ના હોદેદારોએ પ્રવચન આપતા જણાવેલ કે જે પ્રદુષણ પ્રશ્ન દબાવવા રૂપિયા આપવાની વાત કરેલ છે તે બાબતે અમો કંઇ જાણતા નથી અમારે નથી તો ધારાસભ્ય લલીતભાઇ સાથે કે હાર્દિક પટેલ સાથે ચર્ચા થઇ. આ સભામાં બહોળી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહેલ અને સંસ્થાના હોદેદારો અગ્રણીઓએ પણ હાજરી આપી છે.

બાદમાં જંગી મેદની સાથે રેલી સ્વરૂપે મુખ્યમાર્ગ અમગરનગર રોડ પરથી સરદાર ચોક થઇ મામલતદાર ઓફીસે પહોંચી આવેદન પત્ર પાઠવેલ હતું.(૧.૧૬)

(4:23 pm IST)