Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પુત્રને છરી મારી માતા - બહેનની લાજ લેવા ઘરે પહોંચી ગયેલ લાદેનખાન સામે બીજી ફરિયાદ

 જામનગર તા. ૧૩ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શોભનાબેન રાજુભાઈ ત્રીથલદાસ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૮–ર૦૧૮ના રામેશ્વરનગર, વિનાયક પાર્ક, જામનગરમાં આ કામના આરોપી લાદેનખાને રાત્રીના લાખોટા તળાવની પાળ ઉપર ફરીયાદી શોભનાબેનના પુત્ર વિજયને કોઈપણ કારણ સર છરી મારેલ હતી ત્યારબાદ મજકુર તથા તેની સાથેના  આ કામના અન્ય આરોપી બે અજાણ્યા માણસોએ ફરીયાદી શોભનાબેનના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ફરીયાદી શોભનાબેન તથા સાહેદ નીશાબેન વ્યથા કરવાના ઈરાદે રહેણાક મકાનમાં પ્રવેશી બંન્ને મુઢ માર મારી ગાળો  કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી શોભાબેનનો ઉપર નિર્લજ હુમલો કરી એકબીજાને મદગારી કરી ગુનો કરેલ છે.

અગાઉની ફરીયાદનો ખાર રાખી છરી વડે હુમલો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ રાજુભાઈ કહુજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૮–ર૦૧૮ના ફલીયા હોસ્પિટલ પાસે, સોહમ હોટલ પાસે, આ કામના ફરીયાદી વિજયભાઈના મીત્ર  હીરેન લાલવાણીની બહેનને આ કામનો આરોપી લાદેનખાન રે. જામનગરવાળો હેરાન કરતો હોય તે બાબતે અગાઉ હીરેન લાલવાણીએ લાદેનખાન વિરૂઘ્ધ પોલીસમાં ફરીયાદ કરેલ હોય જે બાબતે ફરીયાદી વિજયભાઈએ આ કામના આરોપી લાદેનખાનને શાંતિથી બેસીને વાત કરવા ફલીયા હોસ્પિટલ પાસે બોલાવતા આ કામના આરોપી લાદેનખાનએ આવીને ફરીયાદી વિજયભાઈને છરી વતી પગમાં બે ઘા મારી ઈજા કરી તેમજ સાહેદ રાહુલ ને ઢિકાપાટુથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો કાઢી એક બીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ૭ ઝડપાયા

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. જયદેવસિંહ હમીરજી ઝાલાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૮–ર૦૧૮ના વુલનમીલ ફાટક પાસે, કિષ્ના મોટર્સ ગેરેજ પાસે આ કામના આરોપી બાલાભાઈ કારાભાઈ સઠીયાના મકાનમાં  ગંજીપતાના પના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂ અન્ય આરોપી દિપક નાનજીભાઈ ગોહીલ, રામભાઈ રજશીભાઈ ચાવડા, જેઠાભાઈ નાગશીભાઈ મોવાણીયા, ભુપતભાઈ રામશીભાઈ માડમ, રાહુલભાઈ રામભાઈ કરમુર, કિશનભાઈ ભીમશીભાઈ ચાવડા પાસે નાલ ઉઘરાવી જુગાર ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૪૧પ૦ તથા ગંજીપતાના પાના તથા એક મોટરસાયકલ કિંમત રૂ.૩પ૦૦૦ મળી કુલ રૂ. ૬૯૧પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલછે.

નપાણીયા ખીજડીયામાં જુગાર રમતા ૬ ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એ.ઓ.કુરેશી એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.૧ર–૮–ર૦૧૮ના નપાણીયા ખીજડીયા ગામની સીમમાં નરશીભાઈ ભાણાભાઈ પરમારની વાડી પાછળ અસ્લમભાઈ અયુબભાઈ વિરાણી, સદામભાઈ ફારૂકભાઈ કાજી, રમીઝભાઈ રફીકભાઈ મીઠાણી, શૌકતઅલી મહમદઅલી મીણાસારીયા, વસીમભાઈ સતારભાઈ આકબાણી, મહમદસફી સતારભાઈ કાજી, રે. કાલાવડવાળા ઓ જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજી કરતા રોકડા રૂ.૧૮૦૦૦ તથા ગંજીપતાના પાના વડે ઝડપાઈ ગયેલ છે.

ત્રણ નંગ ચપટા સાથે એક શખ્સ ઝડપાયો

અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેશભાઈ જગદીશભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે,  ખેતવાડી સામે, ન્યુ ઈન્દીરા કોલોની શેરી નં. –૭ પાસે, જાહેર રોડ પર તરૂણ દિનેશભાઈ વડીયાતર  રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના રોયલ સીલેકટ કંપની શીલબંધ ચપટા નંગ–૩ િંકંમત રૂ.૩૦૦ની રાખી ઝડપાઈ ગયેલ છે.

(4:02 pm IST)