Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વિમાનમાં વપરાતુ ઇંધણ ટેન્કરમાંથી ચોરી સસ્તામાં વેંચી નાખવાનું કૌભાંડ !

RR સેલનો ચોટીલા હાઇવે પરની નાગરાજ હોટલમાં દરોડો : ડ્રાઇવર અને હોટલ માલિક બન્ને કમાતા'તા : ૫૫.૮૪ લાખની મત્તા સાથે જ શખ્સોને ઝડપી લીધા : રીલયાન્સમાંથી ટેન્કરો અમદાવાદ એરપોર્ટ જતા હતા ત્યારે ડુપ્લીકેટ ચાવી લગાડી ચોરી કરતા'તા

વઢવાણ તા. ૧૩ : ચોટીલા નેશનલ હાઇવે પર હોટલની આડમાં ટેન્કરમાંથી કિંમતી ઇંધણ ચોરી કરવામાં આવતી હોવાના કારસ્તાનનો આર. આર. સેલની ટીમે પર્દાફાશ કરતા ચકચાર ફેલાઇ છે. રિલાયન્સના ટેન્કરના ડ્રાઇવર સાથે મીલી ભગતથી ચાલતા ગોરખધંધામાં કુલ રૂપિયા ૫૫.૮૪ લાખની મત્તા સાથે કુલ ચાર શખ્સોને ઘટનાસ્થળેથી જ દબોચી લેવામાં આવ્યા હતા. હોટલ માલીક ફરાર થઇ ગયા હતા.

હોટલની આડમાં કીમતી તેલની ચોરી જામનગર રિલાયન્સમાંથી ટેન્કર અમદાવાદ એરપોર્ટ પર જઈ રહ્યું હતું. ચોટીલા નેશનલ હાઇવે પર ઘણીવાર ધોળા દિવસે પણ ગુનેગારો ગુના આચરતા હોય છે. તેમાં ખાસ કરીને  ટેન્કરમાંથી પેટ્રોલ, ઓઇલ જેવા કિંમતી ઇંધણની ચોરી કરાતી હોવાની ધ્યાને આવતા આઇજી સંદીપસીંહે ખાસ સૂચના આપી હતી. આથી આર આર સેલના પીએસઆઇ એમ.પી. વાળા, રસીકભાઇ, દીપસિંહ ચિત્રા, સવજીભાઇ દાફડા, રામભાઇ, સરેશભાઇ, શકિતસિંહ સહિતની ટીમે વોચ ગોઠવી હતી.

ખેરડી ગામ પાસે આવેલી નાગરાજ હોટલમાંચાલતીપ્રવૃતી પર શંકા જતા દરોડો  પાડ્યો હતો. જયાંથી રિલાયન્સ કંપનીના એટીએફ ભરેલા બે ટેન્કર, ચોરી કરીને એટીએફ ભરેલા બે બેરલ, ટ્રકટર સહિત ચાર શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. હોટલ માલિક આજુબાજુના લોકોએ આ  ઇંધણ સસ્તા વેચીને ડ્રાઇવર અને  હોટલ માલીક બંને પૈસા કમાતા  હતા.

આરોપીઓ ડ્રાઇવર અડધી કિંમતે ઇંધણ વેચતો કોની સામે નોંધાયો ગુનો કનુભાઇ ભોજાભાઇ ધાંધલ, નાગરાજ  હોટલના માલીક, રહે. મૂળ ખેરડી, હાલ ચોટીલા જેરામભાઇ નાનજીભાઇ ભાગીયા, રહે. ગણેશપરા, તા.ટંકારા, ડ્રાઇવર અતુલ લાલજીભાઇ ચૌધરી, રહે. હરીપર તા.ટંકારા,  ડ્રાઇવર હર ભગવાનજી ભાગીયા, રહે. ગણેશપરા, તા.ટંકારા,  કલીનર શ્રવણ શ્યામભાઇ મંડલ, રહે. મુળ સોનકી, દરભંગા, બિહાર, હાલ ખેરડી રિલાયન્સનું આ ઇંધણ એરોપ્લેનમાં વાપરવામાં આવે છે. સામાન્ય  રીતે તેની કિંમત એક લીટરની રૂપીયા ૪૦ જેટલી હોય છે. પરંતુ ડ્રાઇવરો આ ઇંધણ હોટલ માલીકને અડધી કિંમતે કાઢી આપતા ટેન્કરમાંથી અંદાજે ૫૦થી ૧૦૦ લીટર ઇંધણ કાઢી આપતા હતા. ડ્રાઇવર જામનગર રીલાયન્સમાંથી ટેન્કર ભરીને અમદાવાદ  એરપોર્ટ જવા માટે રવાના થયો હતો.

જામનગરથી ટેન્કર નીકળ્યુ ત્યારે તેને સીલ મારવામાં આવ્યુ હતુ. પરંતુ ભેજાબાજો સીલ  મારેલા ટેન્કરનો વાલ્વ ખોલવા માટે ડુપ્લીકેટ ચાવી રાખતા હતા. અને તેની મદદથી જ તે વાલ્વ ખોલી ઇંધણની ચોરી કરતા હતા. ઓઇલના ટેન્કરમાંથી ઓઇલની ચોરી કરવાનો પોલીસે પર્દાફાશ કરી ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

(3:48 pm IST)