Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોરબીમાં જૂથ અથડામણમાં પિતા-પુત્ર સહિત ૩ની હત્યા

મોમીન પઠાણ તથા તેના પિતા દિલાવરખાન અને અફઝલ પઠાણની લોથ ઢળ્યા બાદ આરોપીઓને પકડવાની માંગણી સાથે લાશ સ્વીકારવાનો ઇન્કારઃ હોસ્પિટલે મુસ્લિમ સમાજના ધરણાઃ ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ સામાપક્ષે પણ બેને ઇજાઃ ત્રિપલ મર્ડર માટે જમીનનો ડખ્ખો કારણભુતઃ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે તથા સીવીલ હોસ્પિટલે પોલીસના ઘાડેઘાડા ખડકી દેવાયાઃ બાઇકમાં હથિયારો સાથે ધસી આવેલ સાતેક યુવાનોએ લોહીની હોળી ખેલી : ત્રિપલ મર્ડરની ઘટનામાં ૧૨ શખ્સો સામે ગુન્હો નોંધાયો : ત્રણથી ચાર નામો પોલીસે ન લખ્યાનો ભોગ બનનાર પરિવારજનોનો આક્ષેપ

 

તસ્વીરમાં મોરબીમાં જયા ત્રણ-ત્રણ લોથ ઢળી હતી તે ઘટના સ્થળ, બીજી તસ્વીરમાં પોલીસના ઘાડેઘાડા, ત્રીજી તસ્વીરમાં હોસ્પિટલે ઉમટેલ લોકોના ટોળા અને ઇન્સેટ તસ્વીરમાં ઘટનાનો પ્રત્યાનુદર્શી મજીર સુરેશ  દશ્યમાન થાય છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી) (૧.૧૨)

 મોરબી તા. ૧૩ : મોરબીમાં જુથ અથડામણમાં મુસ્લિમ પિતા-પુત્ર સહિત ત્રણની લોથ ઢળી જતા ખળભળાટ મચી ગયો છે. આરોપીઓને પકડવાની માંગણી સાથે મુસ્લિમ સમાજે લાશ સંભાળવાનો ઇન્કાર કરી સિવિલ હોસ્પિટલે ધરણા શરૂ કર્યા છે. બનાવના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા ઘટના સ્થળે અને જેવી સ્થિતિ સર્જાતા ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલે પોલીસના ધાડેધાડા ખડકી દેવાયો છે. આ જુથ અથડામણમાં સામા પક્ષે પણ બેને ઇજા થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પરની બોરીયાપાટી વાડીમાં રાત્રીના એકાદ વાગ્યાના સુમારે બે જૂથ વચ્ચે સશ સ્ત્ર અથડામણ થવા પામી હતી અને છરી તેમજ લોખંડના પાઈપ જેવા ઘાતક હથીયારો સાથે સામસામે બઘડાટી બોલાવી દેતા મોમીન દિલાવરખાન પઠાણ (ઊવ ૩૦), તેના પિતા દિલાવરખાન પઠાણ અનેઙ્ગ અફઝલ અકબર પઠાણ (ઊવ ૨૨) એ ત્રણના મોત થયા છે તો સામાપક્ષે ધનજી મનસુખ ડાભી અને સંજય નારાયણ ડાભી એ બે યુવાનોને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે ત્રણ મૃતકોના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે તો ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

જૂથ અથડામણની ઘટનામાં ત્રણ મુસ્લિમોની હત્યાને પગલે મુસ્લિમ સમાજના ટોળા હોસ્પિટલ એકત્ર થયા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને ધરણા કરી રહ્યા છે મુસ્લિમ અગ્રણીઓએ માંગ કરી છે કે આરોપીઓને તાકીદે ઝડપી લેવામાં આવે અને તેની જાહેરમાં સરભરા કરવામાં આવે.

મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ મર્ડરના બનાવ પાછળ જમીનનો ડખ્ખો કારણભૂત હોવાની માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ રહી છે અને જમીનનો ડખ્ખો આજકાલનો નહિ પરંતુ લાંબા સમયથી ચાલ્યો આવતો હોવાનું બહાર આવ્યું છે.

ઙ્ગમોડી રાત્રીના ત્રિપલ મર્ડરની ઘટનાના પગલે ડીવાયએસપી બન્નો જોશી, એલસીબી પીએસઆઇ આર.ટી.વ્યાસ, તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત જ દોડી ગયો હતો અને ત્રણે મૃતદેહને સિવિલ હોસ્પિટલે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સામેના જુથને પણ મારામારીમાં ઇજા થઇ હોય ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવને પગલે એક તરફ હોસ્પીટલે ટોળા ઉમટ્યાં છે જેથી પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે તો બીજી તરફ એલસીબી અને એસઓજી ટીમે આરોપીને ઝડપી લેવા દોડધામ આદરી છે તો ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે ચકચાર મચી છે અને સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

સમગ્ર બનાવ બન્યો ત્યારે નજીકના સ્થળે રહેતો મૂળ એમપીનો મજુર સુરેશ બામણીયાએ જણાવ્યું હતું કે સાતેક બાઈકમાં યુવાનો હથિયાર સાથે આવ્યા અને માથાકૂટ ચાલુ થઇ ગઈ જેથી તેઓ ડરી ગયા હોવાથી શેઠના ઘરે નાસી ગયા હતા અને બનાવના તેઓ પ્રત્યક્ષદર્શી હોય પોલીસે વધુ પૂછરપછ ચલાવી છે.

બનાવ સંદર્ભે વસીમ પાથાન નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૨ આરોપીઓએ એકસંપ કારીને ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીના કાકા તથા કાકાના દીકરા મોમીન તેમજ અફઝલ એ ત્રણ પાર જીવલેણ હુમલો કરી ધોકા, કુહાડી, તલવાર છરી જેવા હાથીયારો વડે હુમલો કરી દેતા ગંભીર રીતે ઘાવાયેલા તેના કાકા અને કાકાના દીકરાફ એ ત્રણના મોત નિપજાવ્યા છે તાલુકા પોલીસે હત્યા, રાયોટીંગ, હથીયારબાંધી જાહેરનામાં ભંગ સહિતના ગુન્હા નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

 ત્રિપલ મર્ડરના ચકચારી બનાવ સંદર્ભે પોલીસે ૧૨ આરોપીઓ સામે હત્યા સહિતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે જોકે આ ફરિયાદમાં પોલીસે મુખ્ય ત્રણ ચાર આરોપીઓના જ નામો ના લખ્યા હોય તેવા ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મામલે ટોળાએ પોલીસ સાથે રકઝક પણ કરી હતી.(૨૧.૧૭)

(11:55 am IST)