Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જૂનાગઢમાં વધુ એક ગ્રાહકના બેંક ખાતામાંથી રૂ. ૫૫ હજારની ચોરી

કોમ્પ્યુટર સ્ત્રોતથી અન્યનાં ખાતામાં ટ્રાન્સફર કર્યા

જૂનાગઢ તા. ૧૩: જૂનાગઢમાં વધુ એક ગ્રાહકનાં બેંક ખાતામાંથી રૂ. પપ હજારની રકમ ચોરાઇ ગઇ હોવાનું જાણવા મળેલ છે.

 

અહિં બંસીધરનગરમાં રહેતા કડિયા કુંભાર હર્ષદભાઇ ભુરાભાઇ સોલંકી એસબીઆઇ બેંકમાં બચત ખાતું ધરાવે છે. પરંતુ તાજેતરમાં તેમનાં બેંક એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સોએ એટીએમ કાર્ડનો અધરો અધર ઉપયોગ કરી કુલ રૂ. પપપ૦૦ ની રકમ અન્યનાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

જેમાં પ્રથમ બે વખત રૂ. ર૦-ર૦ હજાર અને રૂ. ૧પ,પ૦૦નું ટ્રાન્જેકશન કર્યાની અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ થઇ છે.

પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (૭.૧૬)

(11:54 am IST)