Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જલસેતુ કાર્યક્રમ અંતર્ગત લોકભારતી સણોસરા ખાતે

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા વિદ્યાર્થીઓ સાથે પાણી કાર્યશાળા યોજાઈ

 જસદણ, તા. ૧૩: પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા વિછીયા તાલુકાના ૧૦ ગામમાં જલસેતુ પ્રોજેકટ ચાલુ છે, જેમાં ખેતીના, પીવાના, તેમજ પશુપાલન માટેના પાણીની સલામતી લોકજાગૃતિ, અને લોકભાગીદારી દ્વારા ઉભી કરાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જલસેતુ કાર્યક્રમ દિલ્હી (મૂળ જર્મની) સ્થિત એચએસએસ નામની એજન્સીના સહયોગથી ચાલે છે.

જલસેતુ પ્રોજેકટઅંતર્ગત લોકભારતી સણોસરામાં એમ.આર.એસ.ના વિદ્યાર્થીઓ સાથે કલાયમેંટ ચેન્જ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વાસ્મો જીલ્લા યુનિટ, રાજકોટના કોર્ડીનેટર વાસીયાંગભાઈ ડાંગરે પાણીના ઉપયોગ,સંગ્રહ તેમજ લોકભાગીદારીથી આખા ગુજરાતમાં વાસ્મોની કામાગીરીથી વાકેફ કરાવ્યા હતા અને પીવાના પાણી અને રોજબરોજના ઉપયોગના પાણીની અશુધ્ધીયો દુરકરવા માટેના ઉપાયો વિશે માહિતીગાર કાર્ય હતા. અન્ય ઉપસ્થિત પોલીશીલ ડ્રીપ ઈરીગેશના અગ્રોનોમીસ્ટ નીતિનભાઈ અગ્રાવતે ખેતીના ઉપયોગના પાણી વિષે વાત કરતા જણાવ્યું હતું કે ઊંડા તળના પાણી ખેતીની જમીન માટે નુકશાન કરે છે અને જમીનની ફળદ્રુપતા ઓછી કરે છે નીતિનભાઈ વધારે જણાવતા કહ્યું હતું કે ખેતીમાં હવે આધુનિક પિયત પદ્ઘતિનો ઉપયોગ કરતા થવું પડશે નહીતર પાણીની મોટી સમસ્યાને નિવારી નહિ શકાય સાથે  હરિત ક્રાંતિ,સ્વેત ક્રાંતિ પછી હવે જળ ક્રાંતિનો સમય આવી ગયો છે.અન્ય ઉપસ્થિત જલસેતુપ્રોગ્રામ કોર્ડીનેટર સુમન રાઠોડે કલાયમેટ ચેંજ અને ગ્રીન હાઉસ ઈફેકટ વિષેવાત કરતા જણાવ્યું હતું કે કારખાના ઉદ્યોગ અને જંગલના બેફામ નિકંદનથીકલાયમેટ ચેંજઅને ગ્રીન હાઉસ ઈફેકટનીસમસ્યા ઉભી થાય છે.

રીટા વોરાએ પણ પાણીના સંગ્રહ અને ઉપયોગ તેમજ લોકભાગીદારીના કામો વિશે વાત કરી હતી અને વિદ્યાર્થીઓને પોતાના ઘરે અને પોતાની શાળામાં કેટલા પાણીનો વપરાશ વાર્ષિક ધોરણે કરે છે, અનેકેટલા પાણીનો વ્યય કરે છે, તેની ગણતરી કરવાનું કાર્ય શોપ્યું હતું જેથી વિદ્યાર્થીઓ પાણીના સંગ્રહ અને કાર્યક્ષમ ઉપયોગથી માહિતીગાર થાય.કાર્યક્રમને સફળ બનાવવા માટે, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,તરફથી પ્રોગ્રામ પ્રોગ્રામ કોર્ડીનેટર સુમન રાઠોડ, પ્રોજેકટ એસોસિએટ રીટા વોરા તેમજ એન્જીનીયર શૈલેશ બેરાણીએ જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)