Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

એન્જિનિયરિંગને બદલે હોટેલ મેનેજમેન્ટમાં બમ્પર પ્લેસમેન્ટ

નવી દિલ્હી તા. ૧૩ : આર્કિટેકચર, એન્જિનિયરિંગ કે ટેકનોલોજીના ગ્રેજયુઅટ્સની સરખામણીમાં હોટેલ મેનેજમેન્ટ ગ્રેજયુએટ્સને કેમ્પસ પ્લેસમેન્ટમાં નોકરી મળવાના વધારે ચાન્સ છે એવો નવો ડેટા બહાર આવ્યો છે. ર૦૧૩ થી ર૦૧૭ વચ્ચેના પાંચ વર્ષમાં મેનેજમેન્ટમાં ગ્રેજયુએશન કરનારા સ્ટુડન્ટ્ેસની સંખ્યા ૭.૪ લાખ હતી. આમાંથી ૪.ર લાખ સ્ટુડન્ટસને નોકરી મળી હતી. જો કે નોકરી મેળવનારા સ્ટુડન્ટસમાં હોટેલ મેનેજમેન્ટ કરનારા સ્ટુડન્ટસની સંખ્યા ૭૭ ટકા જેટલી હતી. વળી એવું પણ જાણવા મળ્યું છે કે હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગમાં છોકરાઓનો દબદબો રહ્યો છે. એમાં ૮૬ ટકા સીટો પર છોકરીઓ એડમીશન લે છે. આમ હોટેલમાં કિચન સંભાળવામાં છોકરાઓની જાણે મોનોપોલી છે. હોસ્પિટેલિટી-ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધાનો અભાવ છે અને આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સારો છે આથી ઘણા છોકરાઓ આ સેકટર તરફ આકર્ષાય છે. બીજી તરફ આર્કિટેકચર અને ટાઉન-પ્લાનીંગમાં છોકરીઓનો દબદબો છે. એમાં બાવન ટકા સીટો પર છોકરાઓ એડમિશન મેળવે છે. આમ રિયલ એસ્ટેટ સેકટરમાં ઘરનેસુંદર બનાવવાના કામમાં છોકરીઓની બોલબાલા જોવા મળી છે જો કે એન્જિનીયરીંગ કોલેજોની ગુણવત્તા અને ઇન્ડસ્ટ્રીને જોઇએ છે. એવી ગુણવત્તાના સ્ટુડન્ટસ ન મળતા હોવાને કારણે એન્જિનીયરીંગ કોલેજોમાંથી પાસ થયા બાદ મેનેજમેન્ટ ગ્રેજયુએશન કરનારા ઉમેદવાર નોકરીને યોગ્ય લાગતા ન હોવાના કારણે તેમને નોકરી મળતી નથી એવું આ ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે.

(11:38 am IST)