Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોરબી ત્રિપલ મર્ડરની ઘટનામાં અડધો ડઝનથી વધુ આરોપીઓ પોલીસના સકંજામાં: ડીવાયએસપી જોશી

આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવાયા હોય પરિવારજનો લાશ સ્વીકારી લે તેવી શકયતા

રાજકોટ, તા. ૧૩ :. મોરબીના લીલાપર રોડ પર બોરીયાપાટીવાડીમાં બે જુથ વચ્ચેની સશસ્ત્ર અથડામણમાં મુસ્લિમ પિતા-પુત્ર સહિત ૩ની હત્યામાં સંડોવાયેલ અડધો ડઝનથી વધુ શખ્સો પોલીસના સકંજામાં સપડાઈ ગયાનું ઈન્ચાર્જ એસ.પી.-ડીવાયએસપી બન્નો જોશીએ જણાવ્યુ હતું.

ડીવાયએસપી જોશીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ત્રિપલ મર્ડરની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે અને સિવીલ હોસ્પીટલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને બન્ને જુથની પોલીસ ફરીયાદો અંગે પોલીસ ત્વરીત કાર્યવાહી કરી રહી છે. ત્રિપલ મર્ડરની ઘટનામાં સંડોવાયેલ અડધો ડઝનથી વધુ શખ્સો પોલીસના સકંજામાં સપડાય ગયા છે. તમામની પૂછતાછ થઈ રહી છે.

આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા હોય હત્યાનો ભોગ બનનાર ત્રણેયનુ પીએમ થયા બાદ તેના પરિવારજનો લાશ સ્વીકારી લેશે તેવી આશા છે.

(11:37 am IST)