Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જામજોધપુરનાં સિદસર ધામે ઉમિયામાંના ચરણોમાં શિશ નમાવી પુજા કરતા મુખ્યમંત્રી

પ્રસિધ્ધ તિર્થધામ સિંદસર ઉમિયા માતાજીનાં મંદિરે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ પૂજાઅર્થના કરી તે પ્રસંગની તસ્વીરોમાં મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત  તથા સન્માન કરી રહેલા મંદિરનાં ટ્રસ્ટીવ્યઓ દર્શાય છે.

 

જામનગર, તા.૧૩: ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણી ઉપલેટા તાલુકાની મોટી પાનેલી ખાતેની સ્કુલનું નામાભિધાન કરવાના કાર્યક્રમને પૂર્ણ કરીને જામનગર જિલ્લાના  જામજોધપુર તાલુકાના ઉમિયા સાગર તળાવ કિનારે આવેલા પ્રસિધ્ધ તિર્થધામ સીદસર મંદિરે દર્શન કરવા માટે સીદસર ખાતેના હેલીપેડ ખાતે આવેલ હતા. જેનું સ્વાગત કરવા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી મેધજીભાઇ ચાવડા, પ્રવીણભાઇ કાકડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવાર,  જામનગરના કલેકટર  રવિ શંકર, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંધલ, રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાણાવશીયા,  પ્રાંત અધિકારી  ભોરાણીયા, ધોરાજીના પ્રાંત અધિકારી જોષી, સિદસર મંદિરના કારોબારી સદસભ્યશ્રી વસંતભાઇ ભાલોડીયા  હેલીપેડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

 આ તકે ઉપલેટા તાલુકાની મોટી પાનેલી ખાતેની સ્કુલનું નામાભિધાન કરવાના કાર્યક્રમને પૂર્ણ કરીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણીએ જામનગર જિલ્લાના  જામજોધપુર તાલુકાના ઉમિયા સાગર તળાવના કિનારે આવેલા પ્રસિધ્ધ તિર્થધામ સીદસર મંદિરે શ્રી ઉમિયા માતાજીના ચરણોમાં શીશ નમાવી પુજા અર્ચના કરી અને ગુજરાતના લોકોની સુખાકારીમાં વધારો થાઇ તેવી પ્રાર્થના કરેલ હતી અને સાથોસાથ ધ્વજાજીનું પૂજન કરેલ હતું.

શ્રી ઉમિયા માતાજી મંદિર, સિદસર ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણી અને ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનું સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણી અને ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સિદસર મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક બેઠક યોજી હતી. તેમાં સિદસર મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના વિકાસ પ્રોજેકટની એક ડોકયુમેન્ટ્રી રજુ કરેલ હતી.  સિદસર મંદિર ખાતે તેમની સાથે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન  મુળુભાઇ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ  ચંદ્રેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય સર્વ મેધજીભાઇ ચાવડા, પ્રવીણભાઇ માકડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવાર, જામનગરના કલેકટર રવિ શંકર, રાજકોટના કલેકટર  ડો. રાહુલ ગુપ્તા, રેન્જ આઇજી   સંદિપસિંધ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંધલ, રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી  રાણાવશીયા,  પ્રાંત અધિકારી ભોરાણીયા, જિલ્લા પુરવઠા અધિકારી જાડેજા, અગ્રણી  બી.એચ.ઘોડાસરા તથા સીદસર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટ્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:36 am IST)