Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

સાવરકુંડલા : સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ માર્ગોમાં રેલી કાઢી હતી. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા સાવરકુંડલા ખાતે જનતાબાગ ખાતેથી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓની એક વિશાળ રેલી નીકળી હતી આ રેલી રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, જુના બસસ્ટેન્ડ, નાવલી નદી વગેરે શહેરઆ વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી આ અંગે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિન નિમિતે સિંહ વિશ્વનું પ્રાણી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વન વિભાગ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ પોલીસ સ્ટાફ શહેરના આગેવાનો પ્રતિષ્ઠિત આગેવાનો સામાજિક અને રાજકિય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયેલા હતા તે પ્રસંગની તસ્વીર. (૧.૧)

 

(10:39 am IST)