Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

આટકોટમાં કુંવરજીભાઇના હસ્તે સબ સેન્ટર તેમજ બ્લોક રોડનાં કામના થયા ભૂમિ પૂજન

આટકોટ તા. ૧૩ :.. આટકોટ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કૈલાસનગર ખાતે સબ સેન્ટર દવાખાનાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આટકોટ ભાવનગર રોડ ઉપર હાલ કાર્યરત સરકારી દવાખાનાની બાજુમાં શનિવારે રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સબ સેન્ટર, કૈલાસનગરમાં બ્લોક રોડ તેમજ ગામની મુખ્ય બજારમાં મોટા ચોક ખાતે બ્લોક રોડનાં કામનાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચના પતિ દેવશીભાઇ ખોખરીયા, ભાજપ અગ્રણી પોપટભાઇ રાજપરા ભીખાભાઇ રોકડ,ધીરૂભાઇ ભાયાણી, ગજેન્દ્રભાઇ રામાણી, ભવાની ટ્રાવેલ્સ આટકોટ વાળા બાબુભાઇ, જીલ્લા પંચાયતના સભ્ય રણજીતભાઇ ગોહીલ, જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ મનસુખભાઇ જાદવ, સુરેશભાઇ ગીડા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ અલ્લાઉદીન ફોગ, ઘુઘાભાઇ રાતડીયા, ગ્રામ પંચાયતના સભ્ય હીરેન પંચોલી, સીકંદર સંધી, વિજય ધમલ, વિનુ યાદવ, તાલુકા પંચાયતના સભ્ય નિલેશ જોટંગીયા, જીતુભાઇ દાફડા, આટકોટના અગ્રણી બાબુભાઇ રોજાસરા સહિત તાલુકાભરના ભાજપ તથા કોંગ્રેસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન જસદણ મામલતદાર ઝાલા, ટી.ડી. ઓ. બેલીમ, આરોગ્ય અધિકારી ડો. રામ, આટકોટ દવાખાનાનાં ડો. ચૌધરી દવાખાનાનો સ્ટાફ તેમજ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ભૂમિ પૂજન હાલ કાર્યરત દવાખાનાની સામે ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલ જમીનમાં કરવામાં આવ્યુ હતું પરંતુ તે જગ્યા રોડ બાઉન્ડ્રીમાં કપાતમાં આવતી હોય જસદણ મામલતદારને ધ્યાને આવતા આ સબ સેન્ટરની જગ્યા ફેરવી સરકારી દવાખાનાની બાજૂમાં આપવામાં આવતા ભૂમિ પૂજન ત્યાં રાખવામાં આવ્યું હતું.  (પ-૭)

(10:38 am IST)