Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

હળવદના સુંદરગઢમાં બે સ્થળોએ દેશીદારૂની ભઠ્ઠીઓમાં દરોડા :મુદ્દમાલ જપ્ત :આરોપીની શોધખોળ

મોરબી:જીલ્લામાં દેશી વિદેશી દારૂના ધૂમ વેચાણ વચ્ચે એલસીબી ટીમે બાતમીને આધારે હળવદના સુંદરગઢ ગામે બે સ્થળે દરોડા કરીને દેશી દારૂની ભઠ્ઠી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

   મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આર.ટી વ્યાસની ટીમે બાતમીને આધારે હળવદના સુંદરગઢ ગામની સીમમાં આરોપી રમેશ ગોરધન કોળીની વાડીમાં દરોડો કરતા દેશી દારૂ લીટર ૯૦ કીમત ૧૮૦૦, દેશી દારૂ બનાવવાનો આથો લી ૩૫૦૦ કીમત ૭૦૦૦ અને બે મોટરસાયકલ કીમત ૭૦,૦૦૦ મળી ભઠ્ઠીના સાધનો સહીત કુલ ૮૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

  આરોપી મહેશ ઉર્ફે મચ્છો મગનભાઈ કોળી અને મુન્ના મગનભાઈ કોળી (રહે બંને સુંદરગઢ વાળા)ના નામો ખુલતા તેણે ઝડપી લેવા તપાસ ચલાવી છે ઉપરાંત અન્ય આરોપી વિનોદ ગોરધન કોળી (રહે. સુંદરગઢ વાળા)ની વાડીએ દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથો ૮૦૦ લીટર કીમત ૧૬૦૦ જપ્ત કરી બે દરોડામાં કુલ ૮૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

(8:33 pm IST)