Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોરબીના રવાપર રોડની શાસ્ત્રીનગરમાં એક્ટિવામાં ઘુસી ગયો : કૌશિક પટેલે બહાર કાઢીને સલામત સ્થળે છોડયો

મોરબીના રવાપર રોડ પર આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં એક ઝેરી સાપ નીકળ્યો હતો અને સાપ દેખાયો હોવાને પગલે સ્થાનીકોમાં ભય અને ફફડાટ ફેલાઈ ગયો હતો સાપ પકડવામાં માહેર કૌશિકભાઈ પટેલ ઉર્ફે સીટીને જાણ થતા તુરંત પહોંચ્યા હતા અને સાપની તલાશ શરુ કરી હતી જોકે સાપ ઘરોમાં કે સોસાયટીમાં ના દેખાતા ત્યાં એકટીવા સ્કૂટર પડ્યું હોય જેમાં છુપાયો હોવાની શંકાને પગલે એકટીવાના પાછળની બોડી ખોલવામાં આવી હતી અને સાપ દેખાતા કૌશિક પટેલે સાપને સલામત રીતે પકડી લઈને ડબ્બામાં પૂર્યો હતો અને બાદમાં તેણે સલામત સ્થળે છોડી દેવાયો હતો

  કૌશિક પટેલના જણાવ્યા મુજબ પકડાયેલો સાપ પાણીનો સાપ હોય તેવું જણાઈ આવે છે જોકે સાપ ક્યાંથી નીકળ્યો તે ખબર પડી ના હતી જોકે સાપને પકડીને તેણે સલામત સ્થળે છોડીને યુવાને જીવદયા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તો સાપને પકડતા લગભગ દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો તેટલા સમય માટે વિસ્તારમાં અશાંતિનું વાતાવરણ છવાયું હતું અને સાપ પકડાયા બાદ લોકોએ હાશકારો અનુભવ્યો હતો

(8:42 am IST)