Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જસદણનાં આટકોટ અને સાણથલીમાં એક એક કેસ કોરોના પોઝીટીવ

       આટકોટ ::::  જસદણનાં આટકોટ ખાતે ગાયત્રી નગરમાં રહેતા મનસુખભાઈ રવજીભાઇ રામાણી ઉ.વર્ષ 50 અને સાણથલી ગામના હરેશભાઈ બાબુભાઈ વોરા ઉ.વર્ષ 40 ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

       મનસુખભાઈ 10 દિવસ પહેલા સુરતથી આટકોટ  આવ્યા હતા.4 દિવસ પહેલા તેમના પત્નીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ ગઇકાલે રાત્રે તેમના પત્નીનુ અવસાન થયું હતું.

        આજે સવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં મનસુખભાઈ સહિતનાં પરીવાર જનો જોડાયા હોય તેમને પણ કોરોનટાઇન કરવાની નોબત આવી પડતા આટકોટમાં ભય ફેલાઈ ગયો છે.

        સાણથલીનાં હરેશભાઈ તેમના વ્યવસાયને લઇને બહાર આવતા જતા હોય તેમને પણ કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

(3:01 pm IST)
  • રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટની ઓફિસ અને તેના ડિપાર્ટમેન્ટને સીલ કરી દેવાના ઉચ્ચ કક્ષાએથી આદેશો અપાયાનું જાણવા મળે છે. કોરોના આ માટેનું એક કારણ હોવાનું પણ મનાય છે. access_time 9:08 pm IST

  • ગુજરાત સરકારે નવા પોલીસવડા માટે ૩ નામો યુપીએસસીને મોકલ્યા : આશિષ ભાટીયાઃ રાકેશ અસ્થાનાઃ એ.કે. સીંઘ :કેન્દ્રીય ગૃહખાતાના પર્સોનલ ડીપાર્ટમેન્ટ અને યુપીએસસીને આ ૩ નામો રાજય સરકારે ગુજરાતના નવા પોલીસ વડા માટે મોકલી આપ્યાનું જાણવા મળે છે. access_time 3:41 pm IST

  • વડતાલ ટેમ્પલ કમિટિના ચેરમેનને કોરોના પોઝીટીવ : ખેડાઃ વડતાલ સ્વામીનારાયણ ટેમ્પલ કમિટીના ચેરમેનને કોરોના આવ્યો છેઃ દેવ સ્વામીને સારવાર અર્થે સુરતમાં ખસેડયા access_time 5:05 pm IST