Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

લોધીકાના રાતૈયામાં ખેતરમાં ઘુસી જઇ પટેલ પરિવારને ધમકી આપી

રાજા આહિર અને તેના પુત્ર સહિત ૪ સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા.૧૩: લોધીકાના રાતૈયા ગામે પટેલ પરિવારના ખેતરમાં ઘુસી જઇ ચાર શખ્સોએ ઝાંપલી તોડી નાંખી ધમકી આપતા લોધીકા પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના રાતૈયા ગામે દક્ષાબેન ગીરીશભાઇ ધુલીયા (પટેલ)ના ખેતર રાજા આહિર, તથા તેનો દિકરો, અર્જુન તથા હંસાબેન રાજાભાઇએ ખેતરમાં પ્રવેશવાળી ઝાંપલી તોડી નાંખી ગેરકાયદે રીતે ઘુસી થઇ દક્ષાબેન તથા તેના પતિ સાથે ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપી હતી. ખેતરમાં પેશકદમી કરવાના ઇરાદે ઘુસી જઇ આ ડખ્ખો કર્યો હતો. આ અંગે દક્ષાબેને ઉકત ચારેય સામે ફરીયાદ કરતા લોધીકાના પી.એસ.આઇ એચ.એમ.ધાંધલે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:47 pm IST)