Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ફલ્લાનો કંકાવટી ડેમ ફરી ઓવરફલોઃ બે દરવાજા ખોલાયા

 ફલ્લા તા.૧૩ : જામનગર તાલુકાનાં ફલ્લા ગામે ગઇકાલે પોણો ઇંચ વરસાદ થયો છે. ઉપરવાસના ગામોમાં થયેલા ભારે વરસાદને કારણે રાત્રે નવ કલાકે ર દરવાજા પોણો ફૂટથી ખોલવામાં આવ્યા હતા. ફલ્લાનો આ કંકાવટી ડેમ મોસમમાં બીજીવાર ઓવરફલો થયો છે. (તસ્વીર : મુકેશ બી. વરીયા - ફલ્લા)

(1:10 pm IST)