Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ધોરાજીના પ્લાસ્ટીકના કારખાનામાં ઇલેકટ્રીક શોકથી કામદારનું મૃત્યુ

ધોરાજી તા.૧૩ : જુનાગઢ રોડપર આવેલ દર્શન પ્લાસ્ટીક ઇન્ઙ.માં કામ કરતા પ્રિતેશ ચીમનભાઇ  ગેવરીયા (ઉ.વ.ર૪)ને કારખાનામાં ઇલેકટ્રીક શોટ લાગતા તેને ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન તેનું મોત થયેલ છે.

આ બનાવની જાણ થતાં પીજીવીસીએલ ડે. ઇજનેર આર.એમ.રાદડીયા તેની ટીમ સાથે દોડી આવેલ અને મરણ જનાર પ્રિતેશ ચીમન ગેવરીયા એકનો એક પુત્ર હતો. તેના પિતા ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે.

આ બનાવ અંગે પ્લાસ્ટીક એશોસીએશનના હોદેદારો ધોરાજીસરકારી દવાખાને આવી મરણજનાર પરિવારને સાશ્વંતના આપેલ હતી. આ બનાવ અંગે ધોરાજી પોલીસ તપાસ ચલાવી રહી છે.

(11:49 am IST)